સાવધાન......!
આજે 1 લી જાન્યુઆરી -2017...
એક વધુ નવા વરસનું આગમન.
2016 નું ગમન.
સમય સાવધાન કરે છે ,ધૂમધામ
ભલે કરો...આજે છે એ પણ જવાનું છે.
અરે ! હમણાં તો 21મી સદીની શરૂઆત
થઈ હતી.....અને આજે 16 વર્ષ કાળની
ગર્તામાં સમાઈ ગયા....
કુદરત રોજ કોરો ચેક આપે છે.....
આપણું આળસ રકમ ઓછી લખાવે છે.
આ તે કેવી ઘડી ? ચરણો થીજી જાય..
હૈયું કાઢે હડી !
કરવાનું આપણે છે...લડવાનું આપણે છે...
કોઈ કૃષ્ણ કે કોઈ ગાંધી હવે આવવાના નથી.
'મસીહા આવશે નવો અવતાર લઈને ,
એ બહુ જુનો દિલાસો છે.
આ અંગે કયાં કોઈએ કર્યો ખુલાસો છે.'
સાવધાન .....2017માં જીવવા માટે
થોડુંક 'Home Work.....'કરી લો.
વિચારો....
*સામાજિક નિસ્બત રાખશો ?
*લોકપ્રિયતાને ચાખશો ?
*f.book પર કેટલા friend ?
*પડોશી સાથે કેવો trend ?
*વાણીમાં પાણી લાવશો ?
*નવા વિચારો ચાવશો ?
*માથું મૂકી રડી શકો એવો ખભો મળશે ?
*જો જવાબ yes હોય તો નવું વર્ષ
તમને જરૂર ફળશે !
***
-'કાન્ત '
આજે 1 લી જાન્યુઆરી -2017...
એક વધુ નવા વરસનું આગમન.
2016 નું ગમન.
સમય સાવધાન કરે છે ,ધૂમધામ
ભલે કરો...આજે છે એ પણ જવાનું છે.
અરે ! હમણાં તો 21મી સદીની શરૂઆત
થઈ હતી.....અને આજે 16 વર્ષ કાળની
ગર્તામાં સમાઈ ગયા....
કુદરત રોજ કોરો ચેક આપે છે.....
આપણું આળસ રકમ ઓછી લખાવે છે.
આ તે કેવી ઘડી ? ચરણો થીજી જાય..
હૈયું કાઢે હડી !
કરવાનું આપણે છે...લડવાનું આપણે છે...
કોઈ કૃષ્ણ કે કોઈ ગાંધી હવે આવવાના નથી.
'મસીહા આવશે નવો અવતાર લઈને ,
એ બહુ જુનો દિલાસો છે.
આ અંગે કયાં કોઈએ કર્યો ખુલાસો છે.'
સાવધાન .....2017માં જીવવા માટે
થોડુંક 'Home Work.....'કરી લો.
વિચારો....
*સામાજિક નિસ્બત રાખશો ?
*લોકપ્રિયતાને ચાખશો ?
*f.book પર કેટલા friend ?
*પડોશી સાથે કેવો trend ?
*વાણીમાં પાણી લાવશો ?
*નવા વિચારો ચાવશો ?
*માથું મૂકી રડી શકો એવો ખભો મળશે ?
*જો જવાબ yes હોય તો નવું વર્ષ
તમને જરૂર ફળશે !
***
-'કાન્ત '