Thursday, 3 November 2016

ગઝલ 

શ્વાસ  મારા ; ચાર   દિવસના મહેમાન છે,
પાંચ  ફૂટના  શરીરને  શાનું અભિમાન છે ?

દર્પણમાં  એવું   શું  છે , બધા 'attend 'કરે ?
ખુદનું   નહીં ; પણ  પ્રતિબિંબનું  માન  છે.

આ   ભીતુંયે   છે    ભાગ્યશાળી   સદનની,
નિયમિત   થાય   એમનું   રંગરોગાન  છે.

સૂરજની   સાખે  'evening'  છે  સપ્તરંગી,
કોણ જાણે  આજે 'morning' શેં બેભાન છે ?

સિદ્ધાર્થ ;ગૌતમ   બને  એ ક્ષણ  ઝગમગે,
સમયની ;પોંખાતી ,માંહ્યલી કોર જાન છે.

પોટાશ  પર આરામથી બેઠું  છે વર્તમાન,
માચિસમાં  કેદ ;  દીવાસળી  હેરાન    છે.
                        ***
-'કાન્ત'

No comments:

Post a Comment