Wednesday, 23 November 2016

ગઝલ 

જીવન  છે  મધુવન ; વિશ્વાસ   લઈને  આવ્યો છું ,
ભીતરને  ભીતર ;સઘળા શ્વાસ લઈને આવ્યો છું.

દુઃખ -દર્દ-પીડાઓ  છોને મ્હાલે  મુજ આંગણીયે ,
રહે  અડીખમ ;એવો  આવાસ લઈને આવ્યો છું.

બની   બહાવરો   બંદગી   નહીં  કરું  માલિકની,
'ખુદા હાફિઝ ' કહું  હું;  પ્યાસ  લઈને આવ્યો છું.

એકલતા  પણ  નહીં  પજવી  શકે  હવે અંતરને,
શબ્દના એવા સુંદર  ,સમાસ  લઈને આવ્યો છું.

શોખીન   શાયરીનો , મહેફિલને  ગજાવી  નાખું,
રદીફ-કાફિયા-સ્વનો ; પ્રાસ   લઈને આવ્યો છું .

બધીજ  સજા  ભોગવવા  રહું   તૈયાર   હંમેશાં,
તિમિર પાસેથી  ;અજવાશ  લઈને આવ્યો  છું .

'કાન્ત 'તરસ  નહીં  જાય ચાલીને  કૂવા  સુધી,
હું   અમૃત મંથનની ;મીઠાશ લઈને આવ્યો છું.
                              ***
-'કાન્ત'






No comments:

Post a Comment