ગઝલ
ચાહનારા ; યાદ કરશે મને,
કોક 'દિ, તો સાદ કરશે મને.
ફરી ઊઠીશ ચિતા પરથી ,
મૃત્યુએ ; બાદ કરશે મને.
નિર્દોષ આંખની વાત કરવી,
એ જ ;ઝિંદાબાદ કરશે મને.
શું લખું ,શું રચું ?અવઢવ કાં ?
શ્રદ્ધા જ ફરિયાદ કરશે મને.
દર્દ પડખું ફેરવે આરામથી,
હવે; એ આબાદ કરશે મને.
આમ તો રોજ સામે મળે એ,
ઝંખના બરબાદ કરશે મને.
'કાન્ત' આ શબ્દોના ખેલમાં,
ગઝલ ના-બાદ કરશે મને.
***
-'કાન્ત'
ચાહનારા ; યાદ કરશે મને,
કોક 'દિ, તો સાદ કરશે મને.
ફરી ઊઠીશ ચિતા પરથી ,
મૃત્યુએ ; બાદ કરશે મને.
નિર્દોષ આંખની વાત કરવી,
એ જ ;ઝિંદાબાદ કરશે મને.
શું લખું ,શું રચું ?અવઢવ કાં ?
શ્રદ્ધા જ ફરિયાદ કરશે મને.
દર્દ પડખું ફેરવે આરામથી,
હવે; એ આબાદ કરશે મને.
આમ તો રોજ સામે મળે એ,
ઝંખના બરબાદ કરશે મને.
'કાન્ત' આ શબ્દોના ખેલમાં,
ગઝલ ના-બાદ કરશે મને.
***
-'કાન્ત'
No comments:
Post a Comment