Friday, 22 May 2020

તડકો !

ઊંચેરા  આભમાંથી    ડોકાય તડકો,
ડામરની  સડકો પર, શેકાય  તડકો.

આઘે લગી  ,તરુવરનું  નામ   નહીં,
આવા તાપમાં  કોઇનુંયે  કામ  નહીં.

કહો કોને  ત્યાં  હવે,  રોકાય  તડકો ?
ડામરની  સડકો  પર, શેકાય  તડકો.

વગડો જટાજૂટ , કેવો  ભેંકાર ભાસે,
તરસ્યાને શીતળ  જળ ,કોણ પાશે ?

ગુલમ્હોરનાં બારણે,પોંખાય તડકો.
ડામરની  સડકો પર, શેકાય તડકો.

આકળવિકળ થાય ,સૃષ્ટિ બિચારી,
વાત  એક  લીધી  મેં  યે   વિચારી.

ફાટું -ફાટું  થાય , ને ફેંકાય   તડકો,
ડામરની  સડકો  પર શેકાય તડકો.
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '







Tuesday, 19 May 2020

ग़ज़ल  !

लगागा , लगागा , लगागा , लगागा 

हमारी   निगाहें    समागम    करेंगी ,
अकेली    अकेली   निरंतर     बहेंगी। 

पराभव  मिला  है ,जमाना  ख़ुशी में,
अज़ीजां  करें  वो  सितम को सहेंगीं। 

नशेमन  सलामत ,ख़ुशी  है  हमें भी,
सितम हो -सज़ा  हो, फ़िदा ही रहेंगी। 

इलाही    कभी    तो   सहारा  बनेगा,
कहानी   सभी   को  जुबानी  कहेंगी। 

पयोधर  बरसता , जमीं  को   बहाये ,
किनारे - किनारे   टहलती    चलेंगी। 

भला   हो  सभी   का  दुआ है हमारी,
हमारी  जुबाँ  से ,  यही   तो   रटेंगी.  

इनायत  -दुआ  है -सभी  हैं  सवाली , 
किसी की  नज़र  से ,कभी तो पटेंगी। 
                     ***
-कृष्णकांत भाटिया 'कान्त '







ગઝલ  !

સચો   કુછો   નતા,  ક  કુછાજે  નતો ?
કુરો   થિયે  તો   હિત , પુછાજે  નતો ?

કચ્છ   કે , મુંજા   પે   ફસાય    વિધાં ,
અસાં પિંઢ કે ,અસાંનુ છુઆજે  નતો. 

ગંજો   સજો  ગજી   હલ્યો,  ઓચધો,
નેતા મુલક  જા  અયો ,ડિસાજે નતો ?

રાજા  ત   મિણીકે   જીયારે   ને પારે,
અસાંજો   સેવક ,  કીં  ઘસાજે  નતો ?

નુંગણા  નઈઁયોં ,ન કડે  થીંધાસીં  પે,
આંસુ  ખુટા , અસાંનું   રુઆજે   નતો.

કુલા  ન   ભાસે ,  ભાવર  અચે    સે,
મોત  જો  યજમાન , થિયાજે  નતો.

'પુષ્પ' ને 'કાન્ત'  જી   કલમ  ચેં  વેં ,
ઉ   ગાલ  ઉભી  રઈ,  ઉભાજે  નતો.
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


Monday, 18 May 2020

તવાર  આય  !

વતનજી  હિકડ઼ી  જ  તવાર   આય !
સાધના જી ,  અવચડ સવાર આય !

મુંજા   બાલુડા , મુંકે  ત ન મારીંધા ?
પાંગત  વટ ,  ઢીલી   નવાર આય.

ગ્રીન  ઝોનમેં અચાં,રેડ ઝોન  કુલા ?
સમજ  નતી પે,કેડો  વહેવાર આય ?

મડધાની  મિટ્ટી આય મુંજે કચ્છ જી,
ખાધેલા મું વટ ,ભરઈ જુવાર આય.

ડિસો તા ,કુરો  હાલ અંઈ અજ મુંજા ,
કોરોના  જો  ,મચ્યો હાહાકાર આય.

નેડ઼ો છડી જા  ન  મુંજા  માઇતર -પે,
કાયધે  મેં  રો,, આંજો સ્વીકાર આય.

ફિરે-હિરેજો   હિ   ટેમ  નાંય  ભાવર,
મહામારી  જો  જભરો,પડકાર આય.
                        ***
-કૃષ્ણકાંત 'ભાટિયા કાન્ત '




Sunday, 17 May 2020

પ્રાર્થના  !

મા  જગદંબા જંજીર તોડી નાખો  મહામારીની !
નજર પડી  છે  આજે   અમારા  પર શિકારીની  ! 

અમારા  જીવનમાં  રાક્ષસે  મચાવ્યો  હાહાકાર,
વાઘેશ્વરી ,એનો નાશ કરવા તમે થાવ  તૈયાર.

અરજ  સાંભળી  લ્યો મા આ ભક્ત ભિખારીની !
નજર  પડી  છે  આજે , અમારા પર શિકારીની !

કોરોનાની   જ્વાળા  સળગાવે   સમગ્ર સંસાર,
માનવીમાં પણ   ભર્યા  છે ,  કેટલાયે    વિકાર. 

માફ કરી દ્યો  ભવાની  બધી  ભૂલો  વિકારીની !
નજર  પડી  છે   આજે ,અમારા પર શિકારીની !

અમારા માર્ગમાં  ઊભેલા  દાનવો  ખસી  જશે,
આશાપુરા , કૃપા  વિશ્વ  પર  જો તમારી  થશે.

સાંભળવી  છે   ધૂન  પક્ષીઓની  કિલકારીની !
નજર  પડી  છે  આજે ,અમારા પર શિકારીની !
                            ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'





બેઠા  છીએ  !

અમે  તારી  યાદ   થઈને , બેઠા  છીએ,
શ્વાસમાંથી   બાદ  થઈને , બેઠા  છીએ.

પડઘા પડે  અહીં , રોજ તારા  નામના,
ઘૂઘવતો   સાદ   થઈને ,  બેઠા   છીએ.

રૂમઝૂમ  વાગે  , તારા  પગનાં  ઝાંઝર ,
થોભી  જા , નાદ  થઈને   બેઠા    છીએ.

શી  ઉતાવળ  છે તને, મને પામવાની,
આવીશું,  શ્રી  પાદ  થઈને  બેઠા છીએ.

મક્તાનો   શેર    થનગને    હોઠ   પર,
'કાન્ત'ની   દાદ   થઈને,   બેઠા છીએ.
                         ***
-કૃષ્ણકાંત ભાટિયા ''કાન્ત '
આવીશું  !

અમે  તારી   યાદ થઈને  આવીશું,
શ્વાસમાંથી  બાદ  થઈને  આવીશું.

પડઘા  પડે , અહીં  તારા નામના,
ઘૂઘવતો   સાદ   થઈને  આવીશું.

સરગમ વાગે  સૂરીલી  સાગરની,
થોભી જા , નાદ  થઈને  આવીશું.

શી  ઉતાવળ  છે તને, પામવાની ?
આવીશું ,શ્રી પાદ થઈને આવીશું.

મક્તાનો  શેર ,થનગને  હોઠ પર,
'કાન્ત'ની   દાદ  થઈને  આવીશું.
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


કોને  ખબર  ?

સવારે   શું    થશે ,  કોને    ખબર ?
પરિસ્થિતિ  શું  હશે ,  કોને  ખબર ?

ચિંતા    હતી    જેની    એ     થયું,
એકાએક   ભાગ્ય    બદલી   ગયું.

કોરોના  કયાં  વસે, કોને   ખબર ?
પરિસ્થિતિ  શું  હશે,   કોને ખબર ?

ભાઈએ ,  ભાઈને   બેહાલ   કર્યો,
કચ્છ   આવ્યા,   અર્થ   શો  સર્યો ?

શું    શ્વાસ   શ્વસે  ,    કોને   ખબર ?
પરિસ્થિતિ  શું   હશે,  કોને ખબર ?

કવિ  કવિતા  લખી  શકે , શું  કરે ?
શું શબ્દની  ઝોળી  લઈને  એ ફરે ?

કોણ   એના  પર હસે ,કોને ખબર ?
પરિસ્થિતિ   શું   હશે, કોને ખબર ?
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '









Thursday, 14 May 2020

સ્પર્શ  !

         'केवल  पिछली  यादें  भेजे  सौगाते  मन, प्राण  उन्हें  व्यर्थ  समज  कर  वापस मत कर देना.......'
મારા  બચપણના મિત્ર  ફતેહઅલી (ફતેહ)ખોજાએ  કેનેડાથી  આજથી  પચાસ  વર્ષ  પહેલાં
ભુજના જ્યોતિ સ્ટુડીઓમાં  પડાવેલો  ફોટો મને વોટ્સએપ  પર મોકલાવ્યો  ત્યારે  મારા 
કાનમાં કવિયત્રી મહાદેવી વર્માની ઉપરોક્ત કાવ્ય પંક્તિઓ ગૂંજવા માંડી......મારું  ઘડપણ  ગામની 
ધૂળમાં  આળોટવા માટે  આતુર થઈ ગયું.....હા, આજે ભલેને હું શારીરિક રીતે  69 વર્ષનો છું....પણ 
મારું મન તો  15 વર્ષનું  જ છે. કેટલીયે યાદો  માંહ્યલી પા  ધરબાયેલી છે.
         મારું ગામ મંજલ (તા.નખત્રાણા) ફતેહ અને મારું ઘર એકજ શેરીમાં.ધીંગા મસ્તી  કરવી ,વન 
વગડામાં  ફરવું......ડુંગર પર ચડવું......પાલરઘૂનાના જળમાં  તરવું.....ઘણું બધું  કર્યું છે અમે સાથે.
મને બરાબર યાદ છે। .જયારે અમે  ફરવા જતા ત્યારે ફતેહ મારી  પાસે એક ગીત અવશ્ય ગવડાવતો...
'अय  मेरे वतन के लोगो जरा आँख में भर लो पानी....' નહી કોઈ માઈક..નહી કોઈ સાઉન્ડ......છતાં  એ 
ગીત હું ગાતો .. આજે આધુનિક સગવડોમાં પણ હું એ ગીત ગાઉં  છું.પણ સાચું કહું બચપણની એ મોજ 
પાછળ  છૂટી ગઈ છે.....ખારી ભાત  અમે અમારા હાથે બનાવતા  ..એનો સ્વાદ હજુ પણ મારી  દાઢમાં 
વળગ્યો છે. એક દુઃખદ યાદ પણ એની સાથે જોડાયલી છે...અમારી સાથે જ  રહેતો  અમારો સ્વ.મિત્ર 
સદ્રુદીન ખોજા આજે નથી.
           અમારું ભણતર પૂરું થયું. હું પ્રાથમિક શિક્ષક તરીકે  નોકરીમાં જોડાયો.એ કોર્ટમાં ક્લાર્ક બન્યો.
વર્ષો પછી એણે સ્વેચ્છિક સેવા નિવૃત્તિ લીધી અને ગાંધીધામમાં વકીલાત ચાલુ કરી.અમારો સંપર્ક 
ચાલુ રહ્યો ..મળતા રહ્યા।..આજે એ કેનેડા બેઠો છે ..fb...વોટ્સએપના  માધ્યમથી અમે મળીએ છીએ.
મારા માટે આજે પણ મારો એ જ ફતેહ છે.........!

Wednesday, 13 May 2020

માગો છો  ?

દુઃખમાં   પડખે   ઊભા  રહ્યા, બદલામાં  જાન  માગો  છો  ?
નગુણા   કહીને  , કચ્છ  પાસેથી  શાને  માન  માગો    છો ?

અમે   પણ   માણસો   છીએ  ,છે   અમારો  પણ  પરિવાર,
ખોટા  મહેણાં  મારીને  આજે , શું  એનું  દાન  માગો    છો ?

મહામારીના  નિયમોનું  પાલન  કરીને  આવો ,welcome ,
ભાન ભૂલો  છો તમે ,અને  અમારી પાસે ભાન  માગો  છો  ?

red  zone માં  છો  એ જ  ચિંતાનો  વિષય  છે  કચ્છ  માટે,
તોયે  મંજુરી  વગર  આવો છો , કચ્છના  પ્રાણ માગો  છો ?

અમારી ચાલીસ દિવસની સાધના ,ભંગ કરશો નહીં બાપ,
સરગમ  બેસૂરી   વાગે ,  છતાં  માપસર તાન  માગો   છો ?

યાદ  રાખજો તમે પણ  કચ્છી  છો ,એનો ગર્વ હશે  તમને,
માતૃભૂમિ   માટે  અર્પણ કરેલા ,કર્મની  શાન   માગો   છો ?

તમે  આવો  વાંધો નહીં, જરૂર પડે અમે કયાં જશું  સાહેબ ?
વાયરસ લઈને  ફરો  બિન્ધાસ ,એવું અભિમાન માગો છો ?
                                        ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

















Tuesday, 12 May 2020

મંગો  તા  ?

ડુખ  મેં  પડખે  ઉભા વા , ભધલે  મેં  જાન  મંગો  તા ?
નુગણાં  ચઈને ,  કચ્છ  વટા  ખોટો   માન  મંગો  તા ?

અસાં પણ  માડુ  અંઈઓં  પે, સચો -ખોટો  બુજોં  પ્યા,
મેણાં -ટોણાં  ડઈ -મિઠડે    વતનજી   સાન  મંગો  તા ?

અચો, આવકાર ડીબો ,કાયદે -કાનૂન જો પાલન કર્યો,
ભાન  ભુલો  તા  અંઈ  ને  અસાં  વટ  ભાન   મંગો તા ?

રેડ  ઝોન મેં  અયો , ચિંતા  જો વિષય  ત આય ભલા,
તોયે  મંજુરી  વિગર અચો , કચ્છ વટા પ્રાણ મંગો તા ? 

અસાંજી ચાલી  ડિયેં  જિ સાધના ,મ તોડી જા મુંજા પે,
સરગમ  વજે  ન  ભરાભર  તોયે  કુલા તાન મંગો તા  ?
                                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



Monday, 11 May 2020

કેર આય ?

કચ્છ     જી    પાડ   કઢે    વારો   કેર  આય ?
લીલા - લીલા  ઝાડ   વઢે  વારો  કેર આય ?

કો   મિણીકે નોંતરો  ડ્યો તા  હિન વખત મેં ?
ધોરા  લુગડ઼ા ને ,ધોરે  ઢગે  વારો કેર આય ?

ઉપકાર કે  કોરોના  સે  ન   જોખ્યો  મુંજા પે,
ભણલ  ગણલ ,નાની  સટે  વારો કેર આય ?

સુનણા  તો   પણ  ચાં   કીં ,  ધ્રા  પ્યો  લગે ,
પોપટ  વારેજી  પાઠ  પઢે  વારો  કેર આય ?

નિંઢો  કરે  ત  ગુનો, સમરથ  કે  લીલા  લેર,
નાણે  વારેં  જા , પગ  ચટે  વારો  કેર આય ?

વડા   વડા    ઇનીંજી   રાંધ  મેં  ભાગ  વિજેં ,
મુંજે વતન  કે  મિટ્ટી મેં  ડટે  વારો કેર આય ?

કોરોના અચે ન સામટો  હિત ,નેરીજા  ભલા,
'કાન્ત 'કે વિકી  વિધેં , ઉ પટેવારો કેર આય ?
                                ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'









?











Saturday, 9 May 2020

મા  !

પ્રેમનો   સ્વીકાર   છે    તું   મા ,
રબનો   અવતાર    છે   તું  મા.

તારા  ખોળામાં  ઋચાઓ  ફળે,
જૈન   મંત્ર  નવકાર  છે  તું  મા.

સંબંધો    છે  સમર્પિત  તુજમાં ,
સ્નેહનો   ધબકાર    છે  તું  મા .

ઉપવન  જિંદગીનું લીલું રાખે,
મમતાનો  પ્રસાર   છે   તું  મા.

રંગો  અને  સૌરભથી   ભરેલી,
સંસારની  બહાર  છે    તું  મા.

ઉછેરની  સીમાથીયે  આગળ ,
અસીમ  વિસ્તાર   છે   તું  મા.

નામ જ્યારે તારું હું  લઈ લઉં ,
'કાન્ત' પર ઉપકાર  છે તું  મા.
                     ***
- કૃષ્ણકાંત  ભાટિયા  'કાન્ત '

Friday, 8 May 2020

ગઝલ   !

સામટો   છે   આપણોયે   વેપલો  ઈમાનનો , 
વેશ  ભજવી  નાખશું  ને  આપણે  શેતાનનો ?

કેટલા એ  ઝખમ  છે  ને ,કાંપતી  જો વેદના ,
માણસાઈ તરફડે  છે  માણસ  નથી  કામનો .

કોક   ભાગે  -કોક  જાગે ,કોકને  તો  માગવું , 
કોકને તો  સંભળાતો, જય થયો  છે નામનો 

સંકટો તો  આવશે  ને ,જીતશું  એ  જંગ  આ, 
હિંદુસ્તાની  થૈ  કરીશું ,સમયનો જો સામનો.

કોરના  તો   હારશે  જો , માણસાઈ  જાગશે, 
ઘરમહીંથી  આવશે જો ,બાણ થૈ  ને રામનો.
                               ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

                     


















.




Monday, 4 May 2020

ખિલી  ગિન  !

પખીડા    ઉડૅતા ,  વલા  તું   ખિલી  ગિન ! 
ખિલીને   ધરા   કે ,મિઠા  તું   મિલી  ગિન  !

ખિલેં   તો ,  સુઠો  તું   લગ઼ેં  તો   મિણી  કે,
પિરભ  હી   ખિલેજો , ઝપાટે  છિલી  ગિન.

પિરોજો    વધાણી    મિલેતી     હવા    કે,
છડીને  મિડ઼ે  કમ, સજણ  તું  ટિલી  ગિન.

અયો   કીં    પુછી    ને ,  પગેં  પો  વડૅ  કે ,
ખિલીને  ખુશી  કે  નજર મેં    ભરી   ગિન.

ખિલે    ઉ    પુજે    તો  સરગ  જે   કિનારે,
ઉદાસી    અચેતી    ઝપાટે    સિરી  ગિન.

ભલેં   ભા   અચાંતો ,  ઉભા  રો   ખિલીને ,
સબધ   જી  સવારી ,   નિરાંતે  કરે  ગિન. 

મિંજારા    વિઠો    રો ,  ભનાયે  કવિત  કે,
ગઝલ  મેં   મુંજારો  તું   બારા  કઢે  ગિન.
                        ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '