તડકો !
ઊંચેરા આભમાંથી ડોકાય તડકો,
ડામરની સડકો પર, શેકાય તડકો.
આઘે લગી ,તરુવરનું નામ નહીં,
આવા તાપમાં કોઇનુંયે કામ નહીં.
કહો કોને ત્યાં હવે, રોકાય તડકો ?
ડામરની સડકો પર, શેકાય તડકો.
વગડો જટાજૂટ , કેવો ભેંકાર ભાસે,
તરસ્યાને શીતળ જળ ,કોણ પાશે ?
ગુલમ્હોરનાં બારણે,પોંખાય તડકો.
ડામરની સડકો પર, શેકાય તડકો.
આકળવિકળ થાય ,સૃષ્ટિ બિચારી,
વાત એક લીધી મેં યે વિચારી.
ફાટું -ફાટું થાય , ને ફેંકાય તડકો,
ડામરની સડકો પર શેકાય તડકો.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ઊંચેરા આભમાંથી ડોકાય તડકો,
ડામરની સડકો પર, શેકાય તડકો.
આઘે લગી ,તરુવરનું નામ નહીં,
આવા તાપમાં કોઇનુંયે કામ નહીં.
કહો કોને ત્યાં હવે, રોકાય તડકો ?
ડામરની સડકો પર, શેકાય તડકો.
વગડો જટાજૂટ , કેવો ભેંકાર ભાસે,
તરસ્યાને શીતળ જળ ,કોણ પાશે ?
ગુલમ્હોરનાં બારણે,પોંખાય તડકો.
ડામરની સડકો પર, શેકાય તડકો.
આકળવિકળ થાય ,સૃષ્ટિ બિચારી,
વાત એક લીધી મેં યે વિચારી.
ફાટું -ફાટું થાય , ને ફેંકાય તડકો,
ડામરની સડકો પર શેકાય તડકો.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment