Thursday, 14 May 2020

સ્પર્શ  !

         'केवल  पिछली  यादें  भेजे  सौगाते  मन, प्राण  उन्हें  व्यर्थ  समज  कर  वापस मत कर देना.......'
મારા  બચપણના મિત્ર  ફતેહઅલી (ફતેહ)ખોજાએ  કેનેડાથી  આજથી  પચાસ  વર્ષ  પહેલાં
ભુજના જ્યોતિ સ્ટુડીઓમાં  પડાવેલો  ફોટો મને વોટ્સએપ  પર મોકલાવ્યો  ત્યારે  મારા 
કાનમાં કવિયત્રી મહાદેવી વર્માની ઉપરોક્ત કાવ્ય પંક્તિઓ ગૂંજવા માંડી......મારું  ઘડપણ  ગામની 
ધૂળમાં  આળોટવા માટે  આતુર થઈ ગયું.....હા, આજે ભલેને હું શારીરિક રીતે  69 વર્ષનો છું....પણ 
મારું મન તો  15 વર્ષનું  જ છે. કેટલીયે યાદો  માંહ્યલી પા  ધરબાયેલી છે.
         મારું ગામ મંજલ (તા.નખત્રાણા) ફતેહ અને મારું ઘર એકજ શેરીમાં.ધીંગા મસ્તી  કરવી ,વન 
વગડામાં  ફરવું......ડુંગર પર ચડવું......પાલરઘૂનાના જળમાં  તરવું.....ઘણું બધું  કર્યું છે અમે સાથે.
મને બરાબર યાદ છે। .જયારે અમે  ફરવા જતા ત્યારે ફતેહ મારી  પાસે એક ગીત અવશ્ય ગવડાવતો...
'अय  मेरे वतन के लोगो जरा आँख में भर लो पानी....' નહી કોઈ માઈક..નહી કોઈ સાઉન્ડ......છતાં  એ 
ગીત હું ગાતો .. આજે આધુનિક સગવડોમાં પણ હું એ ગીત ગાઉં  છું.પણ સાચું કહું બચપણની એ મોજ 
પાછળ  છૂટી ગઈ છે.....ખારી ભાત  અમે અમારા હાથે બનાવતા  ..એનો સ્વાદ હજુ પણ મારી  દાઢમાં 
વળગ્યો છે. એક દુઃખદ યાદ પણ એની સાથે જોડાયલી છે...અમારી સાથે જ  રહેતો  અમારો સ્વ.મિત્ર 
સદ્રુદીન ખોજા આજે નથી.
           અમારું ભણતર પૂરું થયું. હું પ્રાથમિક શિક્ષક તરીકે  નોકરીમાં જોડાયો.એ કોર્ટમાં ક્લાર્ક બન્યો.
વર્ષો પછી એણે સ્વેચ્છિક સેવા નિવૃત્તિ લીધી અને ગાંધીધામમાં વકીલાત ચાલુ કરી.અમારો સંપર્ક 
ચાલુ રહ્યો ..મળતા રહ્યા।..આજે એ કેનેડા બેઠો છે ..fb...વોટ્સએપના  માધ્યમથી અમે મળીએ છીએ.
મારા માટે આજે પણ મારો એ જ ફતેહ છે.........!

No comments:

Post a Comment