Sunday, 17 May 2020

કોને  ખબર  ?

સવારે   શું    થશે ,  કોને    ખબર ?
પરિસ્થિતિ  શું  હશે ,  કોને  ખબર ?

ચિંતા    હતી    જેની    એ     થયું,
એકાએક   ભાગ્ય    બદલી   ગયું.

કોરોના  કયાં  વસે, કોને   ખબર ?
પરિસ્થિતિ  શું  હશે,   કોને ખબર ?

ભાઈએ ,  ભાઈને   બેહાલ   કર્યો,
કચ્છ   આવ્યા,   અર્થ   શો  સર્યો ?

શું    શ્વાસ   શ્વસે  ,    કોને   ખબર ?
પરિસ્થિતિ  શું   હશે,  કોને ખબર ?

કવિ  કવિતા  લખી  શકે , શું  કરે ?
શું શબ્દની  ઝોળી  લઈને  એ ફરે ?

કોણ   એના  પર હસે ,કોને ખબર ?
પરિસ્થિતિ   શું   હશે, કોને ખબર ?
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '









No comments:

Post a Comment