માગો છો ?
દુઃખમાં પડખે ઊભા રહ્યા, બદલામાં જાન માગો છો ?
નગુણા કહીને , કચ્છ પાસેથી શાને માન માગો છો ?
અમે પણ માણસો છીએ ,છે અમારો પણ પરિવાર,
ખોટા મહેણાં મારીને આજે , શું એનું દાન માગો છો ?
મહામારીના નિયમોનું પાલન કરીને આવો ,welcome ,
ભાન ભૂલો છો તમે ,અને અમારી પાસે ભાન માગો છો ?
red zone માં છો એ જ ચિંતાનો વિષય છે કચ્છ માટે,
તોયે મંજુરી વગર આવો છો , કચ્છના પ્રાણ માગો છો ?
અમારી ચાલીસ દિવસની સાધના ,ભંગ કરશો નહીં બાપ,
સરગમ બેસૂરી વાગે , છતાં માપસર તાન માગો છો ?
યાદ રાખજો તમે પણ કચ્છી છો ,એનો ગર્વ હશે તમને,
માતૃભૂમિ માટે અર્પણ કરેલા ,કર્મની શાન માગો છો ?
તમે આવો વાંધો નહીં, જરૂર પડે અમે કયાં જશું સાહેબ ?
વાયરસ લઈને ફરો બિન્ધાસ ,એવું અભિમાન માગો છો ?
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:
Post a Comment