તિરંગા !
ફરક ફરક તું ફરક તિરંગા !
મરક મરક તું મરક તિરંગા !
ત્રણ રંગોનો તું છો ધારક ,
રાષ્ટ્રપ્રેમનો તું છો ચાલક.
આન -બાન ને શાનનો દાતા ,
સરક સરક તું સરક તિરંગા !
ધ્વજ દંડ પર, લહેરાય તું,
રાજપથ પર હરખાય તું.
બલિદાનોની અમર છે ગાથા,
હરખ હરખ તું હરખ તિરંગા !
અશોકચક્રના ચોવીસ આરા ,
વચ્ચોવચ ચાલે છે તારા.
કરશું અમે સખત પરિશ્રમ,
ઝલક ઝલક તું ઝલક તિરંગા !
ઉન્નત મસ્તકથી છે તને સલામ,
રોશન કરશું અમે તારું નામ.
'કાન્ત ' વિશ્વવિજયી છે ભારત.
અલખ અલખ તું અલખ તિરંગા !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ફરક ફરક તું ફરક તિરંગા !
મરક મરક તું મરક તિરંગા !
ત્રણ રંગોનો તું છો ધારક ,
રાષ્ટ્રપ્રેમનો તું છો ચાલક.
આન -બાન ને શાનનો દાતા ,
સરક સરક તું સરક તિરંગા !
ધ્વજ દંડ પર, લહેરાય તું,
રાજપથ પર હરખાય તું.
બલિદાનોની અમર છે ગાથા,
હરખ હરખ તું હરખ તિરંગા !
અશોકચક્રના ચોવીસ આરા ,
વચ્ચોવચ ચાલે છે તારા.
કરશું અમે સખત પરિશ્રમ,
ઝલક ઝલક તું ઝલક તિરંગા !
ઉન્નત મસ્તકથી છે તને સલામ,
રોશન કરશું અમે તારું નામ.
'કાન્ત ' વિશ્વવિજયી છે ભારત.
અલખ અલખ તું અલખ તિરંગા !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '