પતંગ !
આકાશે જઈ ઊડે પતંગ !
વાતવાતમાં બાઝે પતંગ !
જુદા -જુદા આકારોના છે,
નાના-મધ્યમ-મોટા પતંગ !
રંગ - બેરંગી - છેલછબીલા ,
ગગનવિહારી ગાજે પતંગ !
ચરખી સાથે ચક્કર ખાતા,
ઉપર નીચે આવે પતંગ !
ક્યારેક શાંત થઈ જાય એવા,
જાણે નભમાં લાજે પતંગ !
પેચ -પેચ ને દાવ -પેચમાં,
કેવા ગોથા ખાય પતંગ !
હવા ચાલે તો ઊડે પતંગ,
હવા બંધ પડી જાય પતંગ !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
આકાશે જઈ ઊડે પતંગ !
વાતવાતમાં બાઝે પતંગ !
જુદા -જુદા આકારોના છે,
નાના-મધ્યમ-મોટા પતંગ !
રંગ - બેરંગી - છેલછબીલા ,
ગગનવિહારી ગાજે પતંગ !
ચરખી સાથે ચક્કર ખાતા,
ઉપર નીચે આવે પતંગ !
ક્યારેક શાંત થઈ જાય એવા,
જાણે નભમાં લાજે પતંગ !
પેચ -પેચ ને દાવ -પેચમાં,
કેવા ગોથા ખાય પતંગ !
હવા ચાલે તો ઊડે પતંગ,
હવા બંધ પડી જાય પતંગ !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment