કવિતાનો માણીગર કનુ ગયો !
'अय मौत तू एक कविता है,मुझसे एक कविता का वादा है मिलेगी मुझको..... '
ફિલ્મ આનંદમાં મૂકાયેલી આ પંક્તિઓ ......વાસ્તવિક રીતે જયારે કોઈ
કવિની મૃત્યુની ક્ષણે સાચી પડે ત્યારે એમ લાગે સાચેજ મૃત્યુ એક કવિતા
છે.રવિવારે ભુજના શરદબાગમાં કવિ પબુ ગઢવી 'પુષ્પના ' ત્રણ કાવ્ય
સંગ્રહોના લોકર્પણ કાર્યક્રમમાં હું અને સ્વ.કનુભાઈ જોશી ડાયસ પર જઈ
કવિ કૃષ્ણ દવેનું સાલ ઓઢાળીને સ્વાગત કરીએ..એકાદ ક્ષણ એમની સાથે
વાત કરીએ..ડાયસ પરથી ઊતરી અમારું સ્થાન લઈએ ન લઈએ અને કનુ
આ દુનિયામાંથી exit કરી જાય ત્યારે એમ જ લાગે આજે કવિતા મૃત્યુનું
રૂપ લઈને કનુભાઈને લેવા આવી છે.
કનુભાઈ કવિતાનો માણીગર હતા .એમની સાથે મોકળા મને વાત કરી
શકાય... એમના ખભે માથું ઢાળી આંસુ સારી શકાય...શબ્દનો કર્મી -અર્થનો
મર્મી આ સર્જક મનથી સમૃદ્ધ અને સંપન્ન હતો.પરમ મિત્ર ,સ્વજન ,પ્રિયજન
અને ખાલીપણાને ભરનારો કવિ હતો.એ એક એવો અમૃત કુંભ હતો જેનાથી
કોઈ પણ મહેફિલ ભર્યા ભાદરવા જેવી....ઘેઘૂર અને ઘટાદાર લાગતી.
આજે એના જવાથી ન જાણે એક એવો ખાલીપો અનુભવાય છે...જે
કદાચ ક્યારેય નહીં ભરી શકાય.એની સાથે એવો તો નાતો બંધાઈ ગયો
હતો કે મન હજુ માનવ તૈયાર નથી કે કનુ દેહરૂપે હવે મારી સાથે નથી
રહ્યો.કદાચ મોતની આ પઠાણી ઉઘરાણી હતી.કાર્યક્રમમાં જવા માટે અમે બન્ને
સાથે સાંજના 4:00 વાગે જયારે એમના નિવાસસ્થનેથી નીકળ્યા ત્યારે ક્યાં
ખબર હતી કે મૃત્યુ એમની રાહ જોઈને શરદબાગમાં બેઠું છે.
અને એક ક્ષણમાં મારી બાજુમાં બેઠલો આ કવિ હતો ન હતો થઈ
ગયો ત્યારે થોડી વાર માટે મારુ હૃદય પણ ધબકાર ચુકી ગયું.હું પણ સમજી
ન શક્યો કે શું થાય છે ?સમજાયું ત્યારે કનુભાઈનું પાર્થિવ શરીર મારા હાથમાં
હતું.શ્વાસ વિનાનું-નિષ્પ્રાણ શરીર.મારા પ્રાણમાંથી એક અવાજ સંભળાતો
હતો.
कल तक जो कविता थी , वो कहानी बन गई ,
आजकी ये महफ़िल कनुभाई की रवानी बन गई !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:
Post a Comment