ગીત
મારી કલમથી કંઈક તો લખું,
માંહ્યલાને પૂછી લઉં એકવાર.
શબ્દની નજાકતને ઓળખું,
ભરાણો છે કવિતાનો દરબાર.
ગીત-ગઝલ દોડતા આવશે,
ને પછી જોઈશ હું આરપાર !
કાફિયા -રદીફ મને રોજ પજવે,
મંદાક્રાંતા-શિખરણીની રાડારાડ
કહે,લખવું છે તો પામી લે
અમારો અટપટો વિસ્તાર.
એ ચમત્કૃતિ લાવશે
ને,પછી જોઈશ હું આરપાર !
મુશાયરાની મહેફિલ ચરમસીમાએ ,
'શબાબ ,વંચિત ,ખ્વાબ હાજર
ઊછળે શાયરીના મોજાં ,
વાહ-વાહની ભરી લીધી ગાગર
શાયરી પૂર્ણતાને પામશે
ને,પછી જોઈશ હું આરપાર !
ગીતને લહેરાવું ઊંચા આકાશમાં,
પંખીના ટહુકામાં દઉં હું ઘાલી.
યમુનાના તીરે કદંબ હેઠળ
વાંસળી વગાડે વનમાળી.
'કાન્ત ' પોતે આલીકોર આવશે
ને પછી જોઇશ હું આરપાર !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
મારી કલમથી કંઈક તો લખું,
માંહ્યલાને પૂછી લઉં એકવાર.
શબ્દની નજાકતને ઓળખું,
ભરાણો છે કવિતાનો દરબાર.
ગીત-ગઝલ દોડતા આવશે,
ને પછી જોઈશ હું આરપાર !
કાફિયા -રદીફ મને રોજ પજવે,
મંદાક્રાંતા-શિખરણીની રાડારાડ
કહે,લખવું છે તો પામી લે
અમારો અટપટો વિસ્તાર.
એ ચમત્કૃતિ લાવશે
ને,પછી જોઈશ હું આરપાર !
મુશાયરાની મહેફિલ ચરમસીમાએ ,
'શબાબ ,વંચિત ,ખ્વાબ હાજર
ઊછળે શાયરીના મોજાં ,
વાહ-વાહની ભરી લીધી ગાગર
શાયરી પૂર્ણતાને પામશે
ને,પછી જોઈશ હું આરપાર !
ગીતને લહેરાવું ઊંચા આકાશમાં,
પંખીના ટહુકામાં દઉં હું ઘાલી.
યમુનાના તીરે કદંબ હેઠળ
વાંસળી વગાડે વનમાળી.
'કાન્ત ' પોતે આલીકોર આવશે
ને પછી જોઇશ હું આરપાર !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment