Wednesday, 16 January 2019

ગઝલ 
ગાગાલ,       ગાગાલ,      ગાગાલ 

પીડા  હવે  આવે  ભલે , આ આંગણે ,
અંધારને    લાવે  ભલે ,આ  આંગણે.

જીવતરના  તોફાનમાં   કાંઠો    કયાં ?
એ  સમયને  તાવે  ભલે આ આંગણે.

મારી  તરશ   છે  એટલી   બેબાકળી ,
પાણી  બધું   ચૂવે    ભલે આ આંગણે.

સામે    કિનારે   કોણ  છે  ઘબરાટમાં  ?
જે   હોય ,  જુએ    ભલે   આ આંગણે.

હાસ્યનો અહીં  વેપાર  છે  ને સામટો ,
 'કાન્ત 'આજ  રૂએ  ભલે આ આંગણે.
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



No comments:

Post a Comment