ઝાકળ !
શ્વેત બિંદુ શી ચમકતી પર્ણ પર ઝાકળ !
વિલસે ચમનમાં જાણે હીરાની કણી !
એ જુએ નહીં હવે આકાશ ભણી !
ગાલ પર વિખરેલી લટ શી ચંચલ
બાગબાનની હળવી શી હલચલ !
ભ્રમર ગુંજારવ કરે પુષ્પ પર બેસી,
સોહે મુકુટ પર જાણે મણિ !
શ્વેત 0
કળીઓ ભીંજાય સ્પર્શે એના,
ઉમટી પડી અહીં ધુમ્મસની સેના.
પતંગિયા ઊડે રંગબેરંગી ,
સૌરભ પ્રસરી સુમન તણી !
શ્વેત 0
આભ પણ જીણું જીણું મલકે,
વનરાઈ પણ હેતથી છલકે.
કૂણો તડકો આમતેમ દોડે,
થઈ એક ક્ષણ પણ આજે ઘણી !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
શ્વેત બિંદુ શી ચમકતી પર્ણ પર ઝાકળ !
વિલસે ચમનમાં જાણે હીરાની કણી !
એ જુએ નહીં હવે આકાશ ભણી !
ગાલ પર વિખરેલી લટ શી ચંચલ
બાગબાનની હળવી શી હલચલ !
ભ્રમર ગુંજારવ કરે પુષ્પ પર બેસી,
સોહે મુકુટ પર જાણે મણિ !
શ્વેત 0
કળીઓ ભીંજાય સ્પર્શે એના,
ઉમટી પડી અહીં ધુમ્મસની સેના.
પતંગિયા ઊડે રંગબેરંગી ,
સૌરભ પ્રસરી સુમન તણી !
શ્વેત 0
આભ પણ જીણું જીણું મલકે,
વનરાઈ પણ હેતથી છલકે.
કૂણો તડકો આમતેમ દોડે,
થઈ એક ક્ષણ પણ આજે ઘણી !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment