Thursday, 29 June 2017

बादल 

अय  काले  घनेरे  बादल 
बारिश  से भरे आसमान में ,
तेरी  इंद्रधनुषी  बारात  निकल  रही है !
लगता  है  कहीं  पर  तू  बरसा  है  जरूर। 
तेरे  साथ  सेंकडों  पालकियाँ  हैं ,
जिन में  चपलांगनाएँ  सवार  हैं। 
अषाढ़ी दूज  बीत  जाने  के बाद 
आज  फिर  आश  बंधी  है,
कि  तू  उमड़घुमड़कर  बरसेगा। 
रंग-बिरंगी संध्याकी ,
अनगनित ध्वजाएँ  हैं नील गगन में।  
सर्वत्र  इन्तज़ार  है  तेरे  आनेका
मेरा  सूखा  पड़ा  हमीरसर भी ,
तेरी  बूंदों  से छलकना  चाहता  है। 
अय  काले  घनेरे  बादल
आसमान  में  दहाड़ना  शुरू  कर ,
बरसना  शुरू कर। 
हमें  भीगना  है  बारिश में ,
बाराती  बनकर नाचना है। 
सूखी धरती को हरी-भरी  देखना है,
इसलिए  बस  अब  तू  बरस,
सारे  बाँध तोड़कर बरस !
                   ***
-कृष्णकांत भाटिया 'कान्त '

ગઝલ 

ઝરમર  નહીં  તું , મૂશળધાર વરસી જા ,
ભીંજવી  દે  ધરા, અનરાધાર વરસી જા.

મેઘતૃષ્ણા   કચ્છની,  પારખી  લે  બાપ,
રમતું    છોડીને,  સચરાચર  વરસી  જા.

મીઠો  આ  મુલક , મીઠા  એના  માનવી,
સીમ-સીમાડે-ખેતરે પારાવાર વરસી જા.

કેડૂણાં  નીરખીએ  તને, ચાતકની આંખે,
મોતી  પકવશું  હૈયે, જલધાર વરસી જા.

તું જ  જીવન,તું જ  સાજન  આ  માટીનો,
કરી  દે  તરબોળ, હર વિસ્તાર વરસી જા.

'કાન્ત'ની   વાણી,પાણીને  ઇરશાદ  કહે,
મુલક  પલળે -કર ચમત્કાર, વરસી  જા.

                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '





Tuesday, 27 June 2017

ભાર 

મમ્મી  નથી સહેવાતો હવે,
મારાથી આ દફ્તરનો ભાર !
મારું    બચપણ   થયું    છે,
તારી અપેક્ષાઓનો શિકાર !

પરીઓનાં   સપનાં  જોવાં ,
આંખ  મારી  તરશે,
ટાઈમટેબલનો ભાર,
તોફાની વરસાદ થઈને વરસે!
ફરી  એ જ દીવાલો,
ફરી એ જ કારાગાર !
                      0મારું
કબૂતરનું ઘૂઘૂઘૂ ને 
ચકલીનું ચીં ચીં ચીં ,
અલોપ થયાં પુસ્તકમાં !
ઊંઘ મારી ખોવાઈ ગઈ,
ઘળીયાળની ટિક..ટિક..માં !
ABCD આગળ થયા 
ક ખ ગ લાચાર !
                      0મારું 
ચકારાણા,ચકીબાઈ,કાબર,
કોઈ મારી પાસે ના આવે,
ઓલો ચાંદલિયો પણ હવે,
મને ના બોલાવે !
શાને ઉજાડે મારો સોનેરી સંસાર !
                       0મારું 
 પર્સન્ટેજ અને પર્સેન્ટાઇલ એ                              
છીનવી લીધી મારી સ્માઈલ !
જોકર જેવો લાગું જેમાં,
નથી શીખવી મારે એ સ્ટાઇલ !
મમ્મી,તું લાવી દે ,
ગુડિયા-ગુડ્ડીનો વિસ્તાર ! 
                         0મારું 
                 ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'



गीत 

मन का पंछी दूर गगन से टोह लगाता आया रे,
इस  जीवन  में  धीरे धीरे गीत किसीने गाया रे.  

नदियाँ  देखीं ,  परबत ढूंढे , रत्नाकर  भी आए,
लाख  इशारे  आने   के  पर  मुझको  वे  न भाए.

चिड़िया आई,बोली किसने ये अनुराग जगाया रे ?
इस  जीवन  में धीरे  धीरे गीत किसीने  गाया  रे. 

कैसी   गांठें  बंधी   थीं ,  जो   खुलने   ही न पाईं ,
रंगत  कैसी  युग   बीते,  फिर   भी धुलने न पाई.

अंतरपट  पर मीत  किसीने गहरा रंग लगाया रे,
इस  जीवन  में  धीरे  धीरे गीत किसीने गाया  रे.

अब  वर्षा  का  राज़  खुलेगा ,प्रकृति  के बागों में,
जब धरती की कोख फलेगी,रंग लगेगा धागों में.

हर  बसंत  पर लुटना ,तुम्हीं  ने तो सिखलाया रे,
इस  जीवन  में  धीरे  धीरे  गीत किसीने गाया  रे.

तुम पनपो ओ कली, हमारी लाख दुआएं ले लेना,
आँधी  हो   या  बारिश,  सब  कुछ तुम सह  लेना.

अब घोर अँधरे  में भी, हमने एक सितारा पाया रे,
इस  जीवन  में  धीरे  धीरे  गीत  किसीने गाया रे.
                              ***
-कृष्णकांत भाटिया 'कान्त '









ગઝલ 
ગાગા,ગાગા,ગાગા,ગાગા 

અડધી  રાતે  ઝરમર  આવ્યા,
હોવે   પાછા    ફરફર  આવ્યા.

ચાડી    ખાશે    ભીની    માટી,
મૂશળધારે    ઘરઘર   આવ્યા.

વાદળ   ગરજે,   ગોરી   હરખે,
છલકેલાં  તો  સરવર   આવ્યા.

દાદુર ,  મોર,  બપૈયા    બોલે,
અણદીઠેલાં  અવસર   આવ્યા.

ઝૂમી   ઊઠી    ધરતી    માતા,
ગંગા   લૈ    ને   શંકર  આવ્યા.
                  ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


.

Monday, 26 June 2017

ગઝલ 
ગાલગાગા ,ગાલગાગા, ગાલગા 

ઝૂમતી  આ  પળ  લઈ ,ઊભાં  છીએ ,
પલળતી  ઝાકળ  લઈ ,ઊભાં  છીએ.

એમની    છે    હાજરી   ને   સાંજ  છે,
વરસતાં   વાદળ  લઈ ,ઊભાં  છીએ.

રણ   વચાળે    ઊતરે   જો   ચાંદની,
ઝાંઝવાનાં   છળ  લઈ ,ઊભાં  છીએ.

રાતવાસો    જો    થશે   આ  રાતનો,
ઢોલિયાના  સળ  લઈ , ઊભાં  છીએ.

વાવશું    ને   આપણે   આ   ઓરતાં ?
એટલે   તો  હળ   લઈ , ઊભાં છીએ.

બંધ    દ્વારો    ખોલવાં    છે   પ્રેમના,
આંગણાંમાં   કળ  લઈ ,ઊભાં  છીએ.

'કાંત ' ને   તો  ચાલવું   છે ,ચોતરફ,
ચાલવાનું   બળ  લઈ ,ઊભાં  છીએ.
                        ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'





Friday, 23 June 2017

ગઝલ 

મારે લડવું છે,ખળભળવું છે,
ખાલીપાને  માંહે સંઘરવું છે.

છો  ને ઉદાસી,પજવ્યા  કરે,
હસતા, રમતાને  મળવું  છે,

પીડા આપે , કોઈ  પોતાના ,
ઘરના  ખૂણે બેસી,રડવું  છે.

પજવણી કરે  આ ઈચ્છાઓ,
મોહ,મદ,માયામાં બળવું છે.

થાય,જીવતર ટૂંકાવી નાખું,
ના, ક્રોસ પર મારે ચડવું છે.

કેમ અહીં ,પડછાયા મળ્યા ?
એમાંયે મારે ઝળહળવું  છે.

ચારે કોર ફરી વળ્યું અંધારું,
'કાન્ત' વીજળી થૈ પડવું છે.
               ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'