ગઝલ
ગાલગાગા ,ગાલગાગા, ગાલગા
ઝૂમતી આ પળ લઈ ,ઊભાં છીએ ,
પલળતી ઝાકળ લઈ ,ઊભાં છીએ.
એમની છે હાજરી ને સાંજ છે,
વરસતાં વાદળ લઈ ,ઊભાં છીએ.
રણ વચાળે ઊતરે જો ચાંદની,
ઝાંઝવાનાં છળ લઈ ,ઊભાં છીએ.
રાતવાસો જો થશે આ રાતનો,
ઢોલિયાના સળ લઈ , ઊભાં છીએ.
વાવશું ને આપણે આ ઓરતાં ?
એટલે તો હળ લઈ , ઊભાં છીએ.
બંધ દ્વારો ખોલવાં છે પ્રેમના,
આંગણાંમાં કળ લઈ ,ઊભાં છીએ.
'કાંત ' ને તો ચાલવું છે ,ચોતરફ,
ચાલવાનું બળ લઈ ,ઊભાં છીએ.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
ગાલગાગા ,ગાલગાગા, ગાલગા
ઝૂમતી આ પળ લઈ ,ઊભાં છીએ ,
પલળતી ઝાકળ લઈ ,ઊભાં છીએ.
એમની છે હાજરી ને સાંજ છે,
વરસતાં વાદળ લઈ ,ઊભાં છીએ.
રણ વચાળે ઊતરે જો ચાંદની,
ઝાંઝવાનાં છળ લઈ ,ઊભાં છીએ.
રાતવાસો જો થશે આ રાતનો,
ઢોલિયાના સળ લઈ , ઊભાં છીએ.
વાવશું ને આપણે આ ઓરતાં ?
એટલે તો હળ લઈ , ઊભાં છીએ.
બંધ દ્વારો ખોલવાં છે પ્રેમના,
આંગણાંમાં કળ લઈ ,ઊભાં છીએ.
'કાંત ' ને તો ચાલવું છે ,ચોતરફ,
ચાલવાનું બળ લઈ ,ઊભાં છીએ.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
No comments:
Post a Comment