ગઝલ
મારે લડવું છે,ખળભળવું છે,
ખાલીપાને માંહે સંઘરવું છે.
છો ને ઉદાસી,પજવ્યા કરે,
હસતા, રમતાને મળવું છે,
પીડા આપે , કોઈ પોતાના ,
ઘરના ખૂણે બેસી,રડવું છે.
પજવણી કરે આ ઈચ્છાઓ,
મોહ,મદ,માયામાં બળવું છે.
થાય,જીવતર ટૂંકાવી નાખું,
ના, ક્રોસ પર મારે ચડવું છે.
કેમ અહીં ,પડછાયા મળ્યા ?
એમાંયે મારે ઝળહળવું છે.
ચારે કોર ફરી વળ્યું અંધારું,
'કાન્ત' વીજળી થૈ પડવું છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
મારે લડવું છે,ખળભળવું છે,
ખાલીપાને માંહે સંઘરવું છે.
છો ને ઉદાસી,પજવ્યા કરે,
હસતા, રમતાને મળવું છે,
પીડા આપે , કોઈ પોતાના ,
ઘરના ખૂણે બેસી,રડવું છે.
પજવણી કરે આ ઈચ્છાઓ,
મોહ,મદ,માયામાં બળવું છે.
થાય,જીવતર ટૂંકાવી નાખું,
ના, ક્રોસ પર મારે ચડવું છે.
કેમ અહીં ,પડછાયા મળ્યા ?
એમાંયે મારે ઝળહળવું છે.
ચારે કોર ફરી વળ્યું અંધારું,
'કાન્ત' વીજળી થૈ પડવું છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
No comments:
Post a Comment