Wednesday, 24 May 2017

હવાઓ 
લગાગા,લગાગા,લગાગા,લગાગા 

સવારે  ચમનમાં, વહે  છે  હવાઓ !
વિસ્તરી  દિશાએ ,રહે  છે  હવાઓ !

છનાછન  જતી આવતી  ને વહેતી,
કદી  આપવીતી   કહે  છે,  હવાઓ !

અમારા    ફળિયે ,ઉતારો  કર્યો  છે,
હમેશાં  ઉષ્માને   સહે   છે, હવાઓ !

ઉપવનો કરે છે ચર્ચા  સંગ ચોવટ,
કરી  કાન  બંધી ,લહે  છે  હવાઓ !

અહીં  હાથમાં તો ,સુરાહી ચડી  છે,
મયકદા -શરાબી,ચહે છે, હવાઓ !
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:

Post a Comment