Saturday, 13 May 2017

નદી 

લોકમાતા    છે    અમારી,    નદી !
સહુને  પ્યારી   છે  અમારી,  નદી !

ગંગા,   યમુના,   નર્મદા,  કાવેરી,
રૂપની  સવારી   છે  અમારી,નદી !

અલકનંદા  શિવ  જટામાં સમાઈ, 
પર્વતની દુલારી છે અમારી, નદી !

સિંધુ સંસ્કૃતિ એના કિનારે પાંગરી,
ખળખળ વિહારી છે અમારી,નદી !

સાગરમાં કે રણમાં  સમાઈ જાતી ,
કાંપની   ક્યારી   છે  અમારી,નદી !
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'

No comments:

Post a Comment