તડકો !
લગાગા,લગાગા,લગાગા,લગાગા
હવે તો રસ્તામાં મળી જાય તડકો ,
બધાંની સંગાથે હળી જાય તડકો !
સદા એ સંકોરે , સમી સાંજને તો,
સહારે સહારે ઢળી જાય તડકો !
રહેતો મજામાં , વહેલી સવારે,
બપોરે અચાનક બળી જાય તડકો !
રહ્યો છે ધખારે, ભલે એ હમેશાં ,
ભલાને, બુરાને ,કળી જાય તડકો !
પલોટો એને જો, તમે શાણપણથી,
પવનની સંગાથે,વળી જાય તડકો !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
લગાગા,લગાગા,લગાગા,લગાગા
હવે તો રસ્તામાં મળી જાય તડકો ,
બધાંની સંગાથે હળી જાય તડકો !
સદા એ સંકોરે , સમી સાંજને તો,
સહારે સહારે ઢળી જાય તડકો !
રહેતો મજામાં , વહેલી સવારે,
બપોરે અચાનક બળી જાય તડકો !
રહ્યો છે ધખારે, ભલે એ હમેશાં ,
ભલાને, બુરાને ,કળી જાય તડકો !
પલોટો એને જો, તમે શાણપણથી,
પવનની સંગાથે,વળી જાય તડકો !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment