હઝલ
હું તો થયો બેહાલ ,તમને પરણ્યા પછી,
ચારે કોર છે બબાલ,તમને પરણ્યા પછી.
દોરી પકડાવી હાથમાં, હીંચવો બાળને ,
ઘોડિયું કરે ધમાલ, તમને પરણ્યા પછી.
ચરણચંપી ખૂબ કરી, હવે હું થાકયો છું ,
જિંદગી થઈ સવાલ , તમને પરણ્યા પછી.
કરી હતી શકુનીલીલા , તમે શ્રાવણમાં,
થયા મારા હાલહવાલ,તમને પરણ્યા પછી.
નાહક વગોવે જમાનો, બિચારા ભરથારને,
બની ગયો છું મવાલ ,તમને પરણ્યા પછી.
હાથ જોડું,પાય લાગું ,તોયે ગાંઠો છો કયાં ?
ગયો 'કાન્ત'નો જમાલ,તમને પરણ્યા પછી.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
હું તો થયો બેહાલ ,તમને પરણ્યા પછી,
ચારે કોર છે બબાલ,તમને પરણ્યા પછી.
દોરી પકડાવી હાથમાં, હીંચવો બાળને ,
ઘોડિયું કરે ધમાલ, તમને પરણ્યા પછી.
ચરણચંપી ખૂબ કરી, હવે હું થાકયો છું ,
જિંદગી થઈ સવાલ , તમને પરણ્યા પછી.
કરી હતી શકુનીલીલા , તમે શ્રાવણમાં,
થયા મારા હાલહવાલ,તમને પરણ્યા પછી.
નાહક વગોવે જમાનો, બિચારા ભરથારને,
બની ગયો છું મવાલ ,તમને પરણ્યા પછી.
હાથ જોડું,પાય લાગું ,તોયે ગાંઠો છો કયાં ?
ગયો 'કાન્ત'નો જમાલ,તમને પરણ્યા પછી.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment