ગઝલ
ગાલગાગા, ગાલગાગા, ગાલગાગા , ગાલગા
કોક સાંજે આ બગીચોયે વરસતો હોય છે,
ઇશ્ક પછી તો મસ્ત થઈ હૈયે ફરકતો હોય છે.
વાયરા સામે હવે તો મૌસમી ઊભી રહી,
પાનખરમાં અસ્ત થઈને ,એ સરકતો હોય છે.
કાનજીની તડપને તો, રાધિકા સમજી શકે,
સૂર થૈ ને વાંસળીનો ,એ તડપતો હોય છે.
મેકરણ તો ઝાંઝવામાં, લાલિયાને સાદ દે,
નામ 'જી' નો રણવચાળેયે,રણકતો હોય છે.
માનવીને સાથ આપે , જીંદગી જો પ્રેમથી,
કોક ખૂણે મોત થૈ ને ,'એ ' મલકતો હોય છે.
ના મિલનની વાત છે, ના વિરહની છે વેદના,
પામવાને પ્રેમસાગર, 'કાંત ' તરતો હોય છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ગાલગાગા, ગાલગાગા, ગાલગાગા , ગાલગા
કોક સાંજે આ બગીચોયે વરસતો હોય છે,
ઇશ્ક પછી તો મસ્ત થઈ હૈયે ફરકતો હોય છે.
વાયરા સામે હવે તો મૌસમી ઊભી રહી,
પાનખરમાં અસ્ત થઈને ,એ સરકતો હોય છે.
કાનજીની તડપને તો, રાધિકા સમજી શકે,
સૂર થૈ ને વાંસળીનો ,એ તડપતો હોય છે.
મેકરણ તો ઝાંઝવામાં, લાલિયાને સાદ દે,
નામ 'જી' નો રણવચાળેયે,રણકતો હોય છે.
માનવીને સાથ આપે , જીંદગી જો પ્રેમથી,
કોક ખૂણે મોત થૈ ને ,'એ ' મલકતો હોય છે.
ના મિલનની વાત છે, ના વિરહની છે વેદના,
પામવાને પ્રેમસાગર, 'કાંત ' તરતો હોય છે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment