Saturday, 6 May 2017

વૃક્ષ દેવો ભવઃ  !

વૈશાખના  ધોમધખતા  તાપમાં 
કાળઝાળ  ગરમી 
રેબઝેબ  થઈ  ગઈ 
એની  ત્વચામાંથી 
વહેવા  લાગ્યો  ઉનાળો 
ને પછી 
એક વૃક્ષે  હળવાશથી કહ્યું,
'ઉષ્મા આવી   જા મારા  ખોળામાં '
હું તને શીતળતાનો  સ્પર્શ કરાવું.'
શત-શત ફુવારા ફૂટયા ધરતી પર 
અને કદાચ એટલે જ કહેવાયું હશે 
'વૃક્ષ  દેવો  ભવઃ !'
                      ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '





No comments:

Post a Comment