Thursday, 18 May 2017

ગઝલ 
ગાગાલગા, ગાગાલગા, ગાગાલગા 

આરામથી  જીતી  જશું  આ , ખેલ ને,
કૂદી   જશું   સંસારની   આ , જેલ ને.

રાતભર  આ  અંધાર તો  રોતું   હશે,
સંકોરશું  આ  વાટને ,ને આ તેલ ને.

ઘેઘૂર વડલાનો  વિસામો તો  થયો,
ઊછેરશું    લીલોતરીની    વેલ   ને.

હા, લાજ  રાખું  આપણા,તો સંગની ,
આવી ;ભરી જા,નીરથી  આ હેલ ને.

'કાન્ત' લઈ  જાશે તને શ્રી ધામમાં,
મેલી  જ દે ,સોને  મઢેલા  મોલ ને. 
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



No comments:

Post a Comment