રસ્તો !
વનરાઈ વચ્ચેથી સરી જતો રસ્તો !
નિત નવાં કામણ કરી જતો રસ્તો !
જંગલમાં એનું નામ સાદગીથી છે,
કયારેક ઝડપથી તરી જતો રસ્તો !
સદીઓથી પગરવનો એ સાક્ષી છે,
શંકાની હલચલથી મરી જતો રસ્તો !
આજેય એનું મૌન અકળાવે પથિકને,
અંતરના ભાવને હરી જતો રસ્તો !
પંખીઓનું કલરવ,મનભાવન એને,
સાવજની ડણકથી , ડરી જતો રસ્તો !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
વનરાઈ વચ્ચેથી સરી જતો રસ્તો !
નિત નવાં કામણ કરી જતો રસ્તો !
જંગલમાં એનું નામ સાદગીથી છે,
કયારેક ઝડપથી તરી જતો રસ્તો !
સદીઓથી પગરવનો એ સાક્ષી છે,
શંકાની હલચલથી મરી જતો રસ્તો !
આજેય એનું મૌન અકળાવે પથિકને,
અંતરના ભાવને હરી જતો રસ્તો !
પંખીઓનું કલરવ,મનભાવન એને,
સાવજની ડણકથી , ડરી જતો રસ્તો !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment