ગઝલ
શ્રી રામને ભજતા રહો,
ગંગા મહીં, તરતા રહો.
માળા ફરે છે હાથમાં,
મણકા થઈ સરતા રહો.
લીલો છમ્મ પ્રવાસ છે,
સૂફી બની, ફરતા રહો.
જીનામનો પોકાર આ,
મેકરણમાં ,રમતા રહો.
ધારણ કરો,સમતા સદા,
સંસારમાં , હસતા રહો.
જીવન મળ્યુ છે,કીમતી ,
યાત્રા અહીં ,કરતા રહો.
ઢાઈ અક્ષર છે, પ્રેમના,
પ્રેમી બની, પઢતા રહો.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
શ્રી રામને ભજતા રહો,
ગંગા મહીં, તરતા રહો.
માળા ફરે છે હાથમાં,
મણકા થઈ સરતા રહો.
લીલો છમ્મ પ્રવાસ છે,
સૂફી બની, ફરતા રહો.
જીનામનો પોકાર આ,
મેકરણમાં ,રમતા રહો.
ધારણ કરો,સમતા સદા,
સંસારમાં , હસતા રહો.
જીવન મળ્યુ છે,કીમતી ,
યાત્રા અહીં ,કરતા રહો.
ઢાઈ અક્ષર છે, પ્રેમના,
પ્રેમી બની, પઢતા રહો.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment