Saturday, 20 May 2017

નર્મદે !

નમામિ   દેવી    નર્મદે !
રિદ્ધિ -સિદ્ધિ  તું  સર્વ દે !

અમારી  તું  લોકમાતા !
તું જ  છે  હવે, વિધાતા !

ઉન્નત મસ્તકે, ગર્વ  દે!
રિદ્ધિ-સિદ્ધિ , તું  સર્વ દે !

કચ્છ માટે , સંજીવની !
ભાગ્યની  તું  લેખિની !

ક્ષણે-ક્ષણે  તું   મર્મ દે !
રિદ્ધિ-સિદ્ધિ  તું  સર્વ દે !

સંકલ્પ  તું   નરેન્દ્રનો !
વિકલ્પ   તું   મહેદ્રનો !

'કાન્ત ' ને  તું  પર્વ  દે !
રિદ્ધિ- સિદ્ધિ  તું  સર્વ દે !
              ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:

Post a Comment