રંગ !
હે માવડી રંગ મને લાગ્યો નવરાતનો ,
દુઃખ-દર્દ -કષ્ટો એક સાથે ભાગશે.
રમશું રાસ સૌ સાથમાં !
0હે માવડી
આરપાર વીંધે છે, ગરબાની આંખડી,
પહેરી લીધી પાયમાં ભક્તિની ચાખડી..
વહેશુ અમે રૂડી રાતમાં !
0હે માવડી
ઝગમગ ઝગમગ જ્યોત માડી ઝગમગે,
આજ નવાં પ્રાણ ફૂંકાયા છે એની સગે.
સમાયું બધું નવી ભાતમાં !
0હે માવડી
કામ ક્રોધ મોહ મદ પજવે છે બંધનો,
માડી દયાળુ આજ અરજ તમે સુણો.
વાવ્યું અમે સત વાતમાં !
0હે માવડી
'કાન્ત 'ની કામના ,પાય લાગે પ્રેમથી,
છૂટી ગયો છું માડી ,સઘળા વહેમથી.
લઈ લ્યો મને હવે બાથમાં !
0હે માવડી
***
- ભાટિયા 'કાન્ત '
હે માવડી રંગ મને લાગ્યો નવરાતનો ,
દુઃખ-દર્દ -કષ્ટો એક સાથે ભાગશે.
રમશું રાસ સૌ સાથમાં !
0હે માવડી
આરપાર વીંધે છે, ગરબાની આંખડી,
પહેરી લીધી પાયમાં ભક્તિની ચાખડી..
વહેશુ અમે રૂડી રાતમાં !
0હે માવડી
ઝગમગ ઝગમગ જ્યોત માડી ઝગમગે,
આજ નવાં પ્રાણ ફૂંકાયા છે એની સગે.
સમાયું બધું નવી ભાતમાં !
0હે માવડી
કામ ક્રોધ મોહ મદ પજવે છે બંધનો,
માડી દયાળુ આજ અરજ તમે સુણો.
વાવ્યું અમે સત વાતમાં !
0હે માવડી
'કાન્ત 'ની કામના ,પાય લાગે પ્રેમથી,
છૂટી ગયો છું માડી ,સઘળા વહેમથી.
લઈ લ્યો મને હવે બાથમાં !
0હે માવડી
***
- ભાટિયા 'કાન્ત '