Sunday, 1 September 2019

જય ગણેશા  !

જય  ગણેશા વિઘ્નહર્તા દાતા,
વિનાયક  પરમ  પિતા-માતા !

ગગનમંડળે  બાજે   સૂર  નાદ,
ભક્તજનો   દેતા  તમને  સાદ 
આસને   બાપા   તમે  સુહાતા.
વિનાયક પરમ  પિતા -માતા !

પૃથ્વી  પાવન,તવ  આગમને,
આપજો  જગા , ચરણમાં મને.
અખિલ બ્રહ્નમાંડમાં છો  શાતા,
વિનાયક   પરમ પિતા માતા !

વક્રતુંડ -મહાકાય,કરો સહાય ,
વિશ્વ   સઘળું  તુજમાં  સમાય 
ઉર અવાજે સૌ આરતી ગાતા,
વિનાયક પરમ પિતા -માતા !

ઝીણો  ઝગે છે અહીં અંધકાર,
સાંભળો   'કાન્ત ' નો  પોકાર,
ર્કાતિકેયના તમે  છો    ભ્રાતા ,
વિનાયક પરમ પિતા -માતા !
                  ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


No comments:

Post a Comment