Sunday, 8 September 2019

ભુજમાં  !

ગટરનો   વાસ   છે  ભુજમાં ,
ઢોરનો   ત્રાસ    છે   ભુજમાં.

રોડ  પર   છે   ખાડા -ટેકરા,
ફૂટપાથની લાશ છે ભુજમાં.

સ્વચ્છતાના નામે  છે મીંડું,
છટારી  વાસ   છે   ભુજમાં.

નામ  નાખ્યું  છે સેવાસદન ,
સેવા-મેવા ખાસ છે ભુજમાં.

કણસે    છે   રોજ   વોક-વે,
સ્વચ્છતા-ભાસ છે ભુજમાં

નગરસેવકોના દીવા બળે,
આમ-અમાસ   છે  ભુજમાં.

હવે  દુર્દશા નથી જોવાતી,
ક્યાં જવું ?શ્વાસ છે ભુજમાં.
               ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


               





No comments:

Post a Comment