નોરતાં !
(રાગ:સારંગ )
નવ નવ નોરતાં આવ્યાં રળિયામણા ,
જગદંબા મા માડી રાસ રમે !
ઝગમગ ઝગમગ થાય મા ના દીવડા,
ભક્તોની આશ માડી પૂરી કરે !
પાવા તે ગઢમાં અંબા મા ના બેસણાં ,
તેજ લિસોટો મારી આંખે તરે !
આઈ આશાપુરા કચ્છ ધણિયાણી ,
મા ના મઢમાં પદયાત્રી નમે !
નવ દિવસના નોખાં મા ના રૂપ છે.
ભોજનિયાં ભાવે માડી જમે !
નોબત વાગે ,ને દાંડી પડે ઢોલ પર,
ખેલૈયા સૌ એના તાલે ઝૂમે !
ધૂપ-સુગંધ ફોરે ચાચર ચોકમાં,
મા ની આરાધના કરીએ અમે !
સંસ્કાર નગર ભુજ ગરબી ચોકમાં ,
'કાન્ત ',દયાળુ મા ને પાય પડે !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
(રાગ:સારંગ )
નવ નવ નોરતાં આવ્યાં રળિયામણા ,
જગદંબા મા માડી રાસ રમે !
ઝગમગ ઝગમગ થાય મા ના દીવડા,
ભક્તોની આશ માડી પૂરી કરે !
પાવા તે ગઢમાં અંબા મા ના બેસણાં ,
તેજ લિસોટો મારી આંખે તરે !
આઈ આશાપુરા કચ્છ ધણિયાણી ,
મા ના મઢમાં પદયાત્રી નમે !
નવ દિવસના નોખાં મા ના રૂપ છે.
ભોજનિયાં ભાવે માડી જમે !
નોબત વાગે ,ને દાંડી પડે ઢોલ પર,
ખેલૈયા સૌ એના તાલે ઝૂમે !
ધૂપ-સુગંધ ફોરે ચાચર ચોકમાં,
મા ની આરાધના કરીએ અમે !
સંસ્કાર નગર ભુજ ગરબી ચોકમાં ,
'કાન્ત ',દયાળુ મા ને પાય પડે !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment