Friday, 31 March 2017

ગઝલ 

આસપાસ  આવી   જાઓ ,તમે જરા,
શ્વાસમાં    સમાઈ   જાઓ, તમે જરા.

હું   અચાનક  ચાંદનીને  નોતરું   ને,
ચંદ્રમાં    છુપાઈ   જાઓ , તમે જરા.

દર્દ  પડખું  બદલે   જયાં  અચાનક,
સળવળીને  દેખાઈ જાઓ તમે જરા.

કંકાવટીનું  કંકુ ,ચળવળ  કરે  જરી,
ને   સેંથામાં પૂરાઈ જાઓ તમે જરા.

કોણ  અજવાશ  થઈ  પથરાશે હવે  ?
સૂર્યકિરણે    ફેલાઈ જાવ ,તમે જરા.

રંગનો મોસમ,ઊડે છે નવરંગ બની,
કસુંબી રંગમાં,રંગાઈ જાવ તમે જરા.

શરત  લાગી  છે મારી  થપ્પા  સાથે,
હવે ઝટપટ પકડાઈ જાવ તમે જરા.
                      ***
-'કાન્ત'






ગઝલ
ગાગાલગા,ગાગાલગા,ગાલગા 

એ   હવે  તો   નેટમાંથી  ગુમ   છે,
પ્રિયતમ  તો  એફ બીની  લૂમ છે.

લહરવું  ચેટ પર ગમતું  તો નથી,
ફૂલ  લાઈક  એ  ઈચ્છાની દુમ છે.

લટકવું  ને   છોડવું   આ   સુખને ,
બગભગતની લાગણીઓ સૂમ છે.

નાસમજ તો વાત  સૌને છો  કરે,
યાદ  આવે  દ્રાક્ષની  એ  ઝૂમ  છે.

'કાંત ' છોડે  આજથી  આ પેઝને,
સાંભળો  આ  શાયરીની  બૂમ છે.
                   ***
-'કાન્ત'


Thursday, 30 March 2017

દરિયો 

હલેસે  હલેસે   હલેસાય  દરિયો,
કિનારે આવે ને,પછડાય દરિયો .

ટોળે  વળે   છે ,નશીલી   આંખો,
સુંવાળા સ્પર્શે  ,શરમાય દરિયો.

ઘૂઘવાયા કરે  સદીઓથી એ તો,
ભીતર ભીતર વળ ખાય દરિયો.

મરજીવા એકદમ ખોલી દે એને,
કુબેરનેય શ્રીમંત દેખાય દરિયો .

જીગર ને  ચીરે, ઊછળતાં મોજાં ,
'કાન્ત'ની કલમે ઉકેલાય દરિયો.
                     ***
-'કાન્ત'

ગઝલ 

સત્ય   કયાં  બોલી  શકાતું  હોય  છે ?
ખુદને  કયાં  ખોલી  શકાતું  હોય છે ?

આજ સારંગ ,બડબડે  છે  ગગનમાં,
બધાથી  કયાં  ડોલી શકાતું હોય છે ?

ન્યાયની   દેવી   છે  સાવ  આંધળી,
ચુકાદાને કયાં તોલી શકાતું હોય છે ?

ભૂખ  લાગે  ભલેને  રોજ  કડકડતી,
ચૂલાને કયાં  ઠોલી  શકાતું હોય છે ?

રક્તવાહિનીઓ  થઈ   ખરબચડી,
રક્તને કયાં છોલી શકાતું  હોય છે ?
                     ***
-'કાન્ત '



Wednesday, 29 March 2017

ગઝલ 
(તરહી ગઝલ છે .જેનો  પહેલો  શેર  ઉદયન  ઠકકર નો  છે.) 

ગાલગાગા ,ગાલગાગા,ગાલગાગા ,ગાલગા 

રોજ   સાંજે   પંખીઓના   મોરચા  મંડાય   છે,
વૃક્ષની  માલિકી  બાબત,માગણીઓ  થાય છે.

કાક   બોલે   કોકિલાના  કંઠમાં  કામણ   નથી,
રોજ  કા  કા   સાંભળીને , એ   મધુરું  ગાય  છે.

પાંદડાં   હસતા   રહે ,  સુણી  નકામી  વાતને,
વાયરો પણ  આ  સભામાં,નાચતો  દેખાય છે.

વાનરો  તો  ચૂપ છે ને , સાંભળે છે     શોરને ,
એમને  આ વાદમાં ,તો આરક્ષણ  દેખાય  છે.

ભાગલા  પાડી  કુહાડી  બોલતી'તી   દાઢમાં,
આ  જગા ડી પી  મુજબ તો,કાપમાંહે જાય છે.
                               ***
-'કાન્ત'

Tuesday, 28 March 2017

ગઝલ 

કહો, કયાં  ખરે  આ  આંસુઓ ?
કોના ખભે   સરે આ આંસુઓ ?

એકલો   હું  નનામી    ઊંચકું,
આંખમાં જો મરે આ આંસુઓ !

લાગણીની  અખિલાઈ જોવા,
પાંપણોમાં  તરે આ આંસુઓ !

પી  જાઉં  એમને અમૃત ગણી,
મારી તૃષાને હરે આ આંસુઓ !

વિરહની  વેદના  ઘાયલ કરે,
ઘા  બધા  ભરે  આ  આંસુઓ !
                   ***
-'કાન્ત'






Saturday, 25 March 2017

गीत 

पायल की छनन छन सुनाई देती है,
नई  सुबह मौसम की  बधाई देती है !

गुनगुनाती  हैं  हरी काँच की चूड़ियाँ,
हर  गोरी  इठलाती   दिखाई  देती है !

पनघट पे झिलमिलाती हैं  खुशियाँ,
सखियाँ  कुहरे   को   बिदाई  देती हैं !

चौदवीं रात की चाँदनी आसमान से,
अमृत कुंभ  खोलकर मलाई देती  है !

ठन्ड़ी ठन्ड़ी हवाएँ,मचलती हैं  यहाँ,
मस्त झौंकों  को  वे चतुराई  देती हैं ! 

ढोलकों पर थाप पड़ती है  होली  की,
नई नवेली, शगुन की मिठाई देती है !
                      ***
-'कान्त'

                      

       








Friday, 24 March 2017

ગઝલ 

મેકરણનો  સાદ  છે  જીનામ !
અલખનો   નાદ  છે  જીનામ !

ભીતરે  ભરી  લે  તું   ફકીરી,
સાધુઓનો  વાદ છે જીનામ !

કાળની કેડીએ કરી  લે  સંગ,
મૃત્યુથી   બાદ   છે   જીનામ !

પ્રીતમ તારો પંથ પર ચાલે,
જોગીની   યાદ   છે  જીનામ !

ઝણણણણ   ઝાલરી   વાગે,
ભક્તોની  દાદ  છે   જીનામ !

રણની  રેતી ,  ભીની   થઈ ,
અશ્રુઓનો  પાદ છે જીનામ !

કાળજે  હવે   થોડુંક લળજો,
રટણનો  સ્વાદ છે   જીનામ !
                 ***
-'કાન્ત'

Wednesday, 22 March 2017

शहीदों  को  सलाम  !

अय   शहीदो   तुम्हारी,  दिलावरी  को  सलाम  !
तुम्हारे   जज़्बात ,  और    इज़हार  को सलाम !

चोले  को   रंग   के   तुमने   बसंती   कर दिया,
तुम्हारे  ख़ूबरू , जिस्त -नजरिये   को   सलाम  !

डाल  दीं  तुमने  दिलों  में ,आज़ादी  की   आँधी ,
तुम्हारी  हिम्मत,अजमत ,बहादुरी को सलाम !

अंगड़ाई  ले कर ,हँसते -हँसते  फाँसी  चढ़  गए,
तुम्हारी  दीवानगी,मर्दानगी,ताकत को सलाम !

दिलबरी,नाज़ ,अंदाज़  बखूबी  लुटाया वतन पे,
तुम्हारी  बंदगी ,ज़िंदगी और जुर्रत  को सलाम !

भारत माता  को  आज   भी   नाज़    है  तुम पे,
करते    रहेंगे  हिंदुस्तानी , सनअत  को सलाम !
                             ***
-'कान्त '




ગઝલ 
ગાલગાગા ,ગાલગાગા,ગાલગા 

તવ   પરશથી ,મંદ તડકો  થઇ ગયો,
આખરે  એ ,  ખુદ  ભડકો   થઇ  ગયો.

સાંભળી   લે    કાન    ખોલીને     હવે,
પ્રેમમાં  તું   સાવ   કડકો   થઇ  ગયો.

જિંદગીભર      રોકડાના        મોહમાં,
ગણતરીનો તું  જ મણકો    થઇ ગયો.

મલકતો 'તો શબ્દ ગઝલના પ્રાસમાં,
નીકળ્યો  મોઢે જ, છણકો  થઇ  ગયો.

ને    સવારે    ઝાલરી   તો   વાગતી,
ભીતરે  પણ 'કાંત ' રણકો થઇ ગયો.
                          ***
-'કાન્ત'

Tuesday, 21 March 2017

ग़ज़ल 

मैं   अग्निपथ   पे   चलता    हूँ ,
अपने   साँचे    में    ढलता   हूँ.

पल  पल  जीने की कोशिश में,
मरीचिका  के  पीछे  मरता  हूँ.

मुझ से पूछो,डुब्बी का मतलब,
बीच  भँवर   में,  निकलता  हूँ.

दर्द किसीका आँखों में भरकर,
पलकों  से   अविरत बहता हूँ.

किसे पुकारूँ ,किसे आवाज़ दूँ ?
प्रतिध्वनि  से   मैं    डरता  हूँ. 

आस्तीन में छिपकर डसते जो,
मैं  उनको   ही  पाला करता  हूँ. 

नफ़रत  को  इश्क में बदलूँगा,
फ़िरदौस  में  रोज मचलता हूँ.
                 ***
-'कान्त'








Sunday, 19 March 2017

गीत  

मैं  कवि   हूँ ,कविता  है  मेरी  साथी  
प्रीत  मेरी  शरमाती  !

खुद  को  लेकर  चलूं  युगों  से,
मरुस्थल  का  मैं  हूँ  राही !
अरमान  सभी  शब्दों में  रह गए,
लेखिनी  की  खत्म  हो  गई  स्याही  !

मैं   उजाला  पूर्णिमा  का,
रात  मुझे  सहलाती !


मैं  सपनों  की  बहती  सरिता,
जिसका नहीं किनारा !
अनबोली  भाषा का हूँ  मैं ,
नटखट  शा  इशारा !

मैं   सर्जक हूँ गीत ग़ज़ल का,
शबनम  मुझे  नहलाती !

रचना मेरी ,बहे  नदी  बन,
मयूर  पपीहों  से  खेले  !
ध्वनि  जब  आये  पलटकर,
इशारों  को  वो  झेले !

हवा  उन्हीं  का प्यार चुराकर,
इतनी  क्यों   इठलाती  ?

कुछ  ऐसे  जो, अवतरित  हुए,
मेरी   ही   कलम   से !
मुझको  ही  रुलाने   लगे,
इक  उदास  नझम  से !

है  याद  उन्ही  की ,
जो  घाव  मेरे सहलाती  !

मैं  कवि  हूँ ,कविता है मेरी  साथी 
प्रीत मेरी  शरमाती  !
              ***
-'कान्त'







ગઝલ 

સુખ-દુઃખ   સઘળુંયે   સહેવું ,
આપણે તો, મસ્તીથી  રહેવું.

કબીર,મીરાં  ને સૂફી ફકીરો,
તંબુરના તારે,બધું જ કહેવું.

ઝરણાની ખળ -ખળ  સાથે,
નિરંતર નીર  થઈને વહેવું.

શબદ કાનમાંથી જતા રહે,
ઘટ ઘટ ના  સાંઈને લહેવું .

જાતને  ફોડે એ બંદો સાચો,
બંધ ડેલીએ શેં બેસી રહેવું ?
                 ***
-'કાન્ત'











Friday, 17 March 2017

ગઝલ 

સાહેબ ,તમારું કામ  બોલે  છે,
અને  પછીથી ,નામ બોલે  છે.

પ્યાસ  લઈને  તમે  આવજો,
મયકદામાં   જામ   બોલે  છે.

ફદિયામાં   ગૂંચાયો  માણસ,
અહીં  હરેકના, દામ બોલે છે.

અસ્તાચળમાં સૂરજ આથમે ,
રૂમઝૂમ કરતી,શામ બોલે છે.

શ્વાસો  ગયા ને  જીવન  પૂરું,
ચાર કાંધીયા ,રામ બોલે છે.
                 ***
-'કાન્ત'

Thursday, 16 March 2017

ઝાલર 

સંધ્યા ટાણું છે ,વાગે છે ઝાલર !
વહેલી પરોઢે, જાગે  છે ઝાલર !

વરિષ્ઠ કવિઓ-શબ્દોનો  સાર,
સાંધ્યદીપને  તાગે  છે  ઝાલર !

મર્યાદા  કવિતાના   કિનારાની,
ભીની લાગણી,લાગે છે ઝાલર !

અર્થોનો સાર,ગૂંથાયો પૃષ્ઠોમાં,
ભાવકનો પ્રેમ,માગે છે ઝાલર !

રંગ-નવરંગ નીતરે પાને પાને ,
તરન્નુમમાં પણ,રાગે છે ઝાલર !
                   ***
-'કાન્ત'


Wednesday, 15 March 2017

मत  छीनो  !

मुझ  से  मेरे   ऑंसू   मत   छीनो  !
इस  में   मैंने    हरि  भरी  लीन्हो !

शबद  पीट  के   उपरना     धोया,
अब  तो   अपने  आपको  खोया। 
तन को छोड़ ,मन वैरागी कीन्हो !
इस   में   मैंने   हरि भरी  लीन्हो !

समापन  के  किनारे  नाव  खड़ी ,
लहरें उठ  रही  हैं  दरिया में बड़ी. 
मुझको यहीं मरनो यहीं है जीनो !
इस  में   मैंने  हरि  भरी   लीन्हो !

समाई  तेरी  साँस मेरी साँसों में,
चैन कहाँ  अब  इन  तमाशों  में। 
सब ,  तेरे  चरणों  में धरी दीन्हो !
इस  में   मैंने  हरि   भरी  लीन्हो !

उजाला  चमक रहा  घर आँगन ,
अहसास   असालत  का  पावन,
प्रेम अमीरस घूंट घूंट कर  पीनो !
इस  में  मैंने   हरि  भरी  लीन्हो !
                  ***
-'कान्त'


Monday, 13 March 2017

ગઝલ 

અહીં  કાગડા  બધે  કાળા છે,
હંસો   એ   કયાં   રૂપાળા  છે ?

દેખાય  છે, તે અહીં  છે નહીં, 
કરવા શૂન્યના સરવાળા છે.

આંખો ; ધૂળધાણી થઈ ગઈ,
પ્રેમ નહીં,પણ  ચેનચાળા છે.

ખૂબ  અઘરું છે સ્વ ને મળવું,
ભીતરી  દ્વારે દીધાં તાળા છે.

એકલા  ચાલવું  પડશે  તને ,
રસ્તા  બધા જ પગપાળા છે.
                  ***
-'કાન્ત'


Sunday, 12 March 2017

ગીત 

એક  સામટાં  સજી  ધજીને  હોળીના રંગો આવ્યા,
શ્વેત   ધવલ પાનેતરમાં  મેં   મોરલાં ચીતરાવ્યાં  !

               ઘરના   ઉંબરિયે   ઉભી 
               હું   હોરી  ગીતો   ગાતી !
               પવન અડે  તો પણ  હું,
               છાનું -છાનું   શરમાતી !
પિચકારીની    છાયા   સાથે  સાજણજી  ત્રોફાવ્યાં ,
શ્વેત  ધવલ   પાનેતરમાં મેં   મોરલાં ચીતરાવ્યાં !
               મારકણી આંખોમાં મારી,
               ઊછળે  તોફાની  સાગર.
               અમથી એમાં મારુ ડૂબકી,
               અને  થઈ  જાઉં પાગલ !
ફાગણમાં  કેસુડો   મ્હોર્યો,  વન-વગડા  લહેરાયાં , 
શ્વેત  ધવલ  પાનેતરમાં  મેં  મોરલાં  ચીતરાવ્યાં !
                રોમેરોમ બન્યું અનુરાગી,
                શરમ  મને છોડીને ભાગી.
                નખશિખ  ભીંજાઈ ગઈ હું,
                લાગણીઓ  મારી  જાગી !
હોળીના  પ્રકાશમાં,  આંગણિયે   ઉજાશ   વાવ્યાં 
શ્વેત  ધવલ પાનેતરમાં, મેં મોરલાં  ચીતરાવ્યાં !
                              ***
-'કાન્ત'

             

Saturday, 11 March 2017

होली  है ....!

होली  के रंग  मुबारक,
गोरी  के संग मुबारक !

नाचो,   गाओ,   झूमो, 
नशीली  भंग  मुबारक !

भीगे  चुनर  मतवाली,
थिरकते अंग मुबारक !

हर मोड़  पर  खुशियाँ ,
कवि को गंग मुबारक !

इशारों  में  ही  कह दो,
इश्क में  जंग मुबारक !

             ***
-'कान्त'

Wednesday, 8 March 2017

ग़ज़ल 

अपने  ज़ख्मों  को  सज़ा  के रखा है,
दुश्मनों को सीने से लगा के रखा है। 

सिसकियाँ   अच्छी   नहीं    लगतीं ,
आँखों  को  हरदम  हँसा के रखा  है। 

दिल  पे   कोई  दस्तक़  दे  या न दे,
हमने  तो  लैला को बिठा के रखा है। 

उजालों ने ,दामन छोड़ दिया कब से ,
अँधेरों  को   भीतर  मना के रखा  है। 

अय  सितारो, असीरों  से   कह   दो,
चाँद    को  छत  पे बुला   के रखा है। 

क्यों  रो  रही   हो  रेल   में    बैठकर ?
हमने  हाथ  हवा  में,हिला के रखा है। 

इस नशे का उतरना अब मुश्किल है,
मयकदे  को   ही   पिला  के  रखा है। 
                      ***
-'कान्त'









Tuesday, 7 March 2017

ગઝલ 

ગાગાલગા,ગાલગા,ગાગાલગા,ગાલગા 

આ  ભોમમાં   કોઇ  તો,  અવતારને   સાદ  દો ,
ને   વેદનાને  જ  તો,  શંખ  ધ્વનિનો  નાદ દો.

કેવી    હતી     વાંસળી,  ને    સરકતા સૂર  એ,
ને  કાન  ને   કોઇ  તો, જમના  તણી  યાદ દો.

પાછા  વળી  આવશો,  એ  શરત  લાગી હતી,
સંભારણાં  જે    હતાં ,  જીવતરથી    બાદ  દો.

ગીતો  કરે    ટાયલાં ,  માધા  વિના  શું   કરે ?
ગાગાલગા  ગાલગા   ગાગાલગા  પાદ   દો .

આ પાર  કે  ઓ  તટે , સ્વામી  મને  માપજો,
સમજી  શકું   હું   હવે, એવો    મને  વાદ દો.
                             ***
-'કાન્ત'





Sunday, 5 March 2017

સાંજ  અને સવાર 

સંધ્યાના  ઝાંઝરનો  અવાજ 
ગામમાં  પાછા ફરતા  ગોધનના 
પગમાં  એક નવો ઉત્સાહ ભરી દે છે.
ગોવાળિયો  ખભે લાકડી મૂકીને 
સાંભળે છે કાંચની ચૂડીઓનો  રણકાર !
ગોધૂલી ઊડે છે ઠાકર મંદિરની  ઝાલર સંગાથે !
આકાશ ભરાઈ  જાય છે  અવનવા રંગોથી !
તળાવના પાણી હિલોળા લઈ  લઈને 
ગૂપચૂપ  શાંત થઈ  જાય છે.
પક્ષીઓ  નીડમાં પાછા ફરી,
પ્રતીક્ષા કરે છે  આવતીકાલની !

ગામથી  દૂર,ખેતરોની  પેલે  પાર ,
સાફ -સફેદ ચશ્મા પહેરીને  સૂરજ 
જુએ છે પોતાના ઉદયને !
પનિહારીઓનું  હાસ્ય  ગાગરના 
મોઢા પર ચમકે છે !
એક નવું  સૌંદર્ય  અવતરે છે આભમાંથી !
વૃક્ષો  લીલુંછમ રૂપ લઈને લહેરાય છે !
ઠંડી  હવાની લહેરખી  મદહોશ કરી દે છે 
વાતાવરણને !
સવાર હસે  છે ત્યારે જીર્ણ વડની 
શાખાઓને  નવા કૂંપળ ફૂટે છે !
અને  સખી ! મારામાં રહેલા  કવિનું  અસ્તિત્વ,
ફરી  પાછું  સાંજને  મળવા માટે  તરફડે છે 
તરફડે છે..........!
                                  ***
'કાન્ત'


Saturday, 4 March 2017

ગઝલ 

ગાલગા,ગાગાલગા,ગાગાલગા 

આજ  છે  ને  કાલ  છે  સાંભળ  ગઝલ,
પ્રેમની   કરતાલ   છે  સાંભળ  ગઝલ.

આ   હવાની   માગણી ,   પાલવ ખસે,
વાગતો   ત્રિતાલ   છે  સાંભળ  ગઝલ.

હોઠ  મારા   ભીંજવે ,  શબનમ   અહીં,
ચુંબનોનો  વ્હાલ  છે   સાંભળ  ગઝલ.

આપણે   તો    મોજથી ,  ફરતા   રહ્યા,
ઝૂમતી  આ  ચાલ  છે, સાંભળ  ગઝલ.

ગાલ    પરના   ખંજનો , તો   શોભતા,
સાંજનો જ  જમાલ  છે, સાંભળ ગઝલ.

આવ   ધીરે    આવ,   ભીની   લાગણી ,
સોંસરી   દીવાલ   છે    સાંભળ ગઝલ.

ઓ  ખુદા ! આપીશ   શું  તું  'કાંત ' ને ? 
અટપટો   જ સવાલ છે,સાંભળ ગઝલ.
                        ***
-'કાન્ત '









Friday, 3 March 2017

ગઝલ 

મિલન-વિરહની  હરકત છે મારી ગઝલમાં,
તરસની તીક્ષ્ણ  બરકત છે મારી ગઝલમાં.

ભલે   ચાંદ તારા ચમકતા,  અહીં   યુગોથી,
રોશનીની ખરી  ઉકલત  છે મારી ગઝલમાં.

તમે  ભાગ   પાડયા , ઓરડા ને  ઓસરીના,
મારી કમાયેલી, મિલ્કત  છે મારી ગઝલમાં.

થઈને  ઓજાર   વિરહનું ,ચીરો  જિગર મારું,
સમયને વ્હેરતી ,કરવત છે મારી ગઝલમાં.

તડપો   છો   બુલબુલ,  સોનાનાં  પીંજરામાં ,
મુક્ત  ગગન  ને  પર્વત  છે મારી ગઝલમાં. 

આવી જુઓ એકલા ,સમાવા  આ હૃદયમાં,
ઈઝહાર-ઇશ્ક-ઈજ્જત   છે મારી ગઝલમાં.
                          ***
-'કાન્ત'







Wednesday, 1 March 2017

तारक  महेता !

उल्टा  चश्मा  पहनाकर ,चले गए तारक महेता !
हम   सबको  हँसाकर , चले  गए तारक  महेता !

निरतिशय  मान -सम्मान  मिला  गुजराती को,
गुर्जरी को ऊँचे  उठाकर,चले गए  तारक महेता ! 

मुनशी  की  तरह, किरदारों  को  जीवित  किया,
मृत्यु  की  बेंड  बजाकर, चले  गए तारक महेता !

जेठालाल-दया बहन -टपु सेना   के   थे  सर्जक,
खिचड़ी  में घी मिलाकर,चले गए तारक  महेता !

उनकी  लेखिनी   विन्यास ,विनोद-विनीत  था,
'कान्त', खिलखिलाकर, चले गए तारक महेता !
                             ***




તારકજી  !

અમને  હવે  કોણ  હસાવશે  તારકજી  ?
ટપુ  સેનાને  કોણ  નચાવશે તારકજી ?

હાસ્ય   વિવેચકો,  નવરા  થઈ  ગયા,
ઊંધા ચશ્મા કોણ પહેરાવશે તારકજી ?

જેઠાલાલ , રંજનદેવીની   છે  પાછળ,
બન્નેની આંખો કોણ લડાવશે તારકજી ?

માસ્તરની  વચલી   છે    ચિબાવલી,
ટપુડાને  કોણ  પરણાવશે    તારકજી ?

ચંપકલાલ કાકા તો  છે  અળવીતરા,
'મ્હેતુસ'  કોણ   બોલાવશે   તારકજી ?

 પોપુ  પોપટલાલ - રસિક સટોડિયો,
 આ જોડીઓ કોણ બનાવશે તારકજી ?

પાંચ  દાયકાની  મારી  વાચનયાત્રા,
સુવર્ણજ્યંતી કોણ મનાવશે તારકજી ?
                       ***
-'કાન્ત'