ગઝલ
સુખ-દુઃખ સઘળુંયે સહેવું ,
આપણે તો, મસ્તીથી રહેવું.
કબીર,મીરાં ને સૂફી ફકીરો,
તંબુરના તારે,બધું જ કહેવું.
ઝરણાની ખળ -ખળ સાથે,
નિરંતર નીર થઈને વહેવું.
શબદ કાનમાંથી જતા રહે,
ઘટ ઘટ ના સાંઈને લહેવું .
જાતને ફોડે એ બંદો સાચો,
બંધ ડેલીએ શેં બેસી રહેવું ?
***
-'કાન્ત'
સુખ-દુઃખ સઘળુંયે સહેવું ,
આપણે તો, મસ્તીથી રહેવું.
કબીર,મીરાં ને સૂફી ફકીરો,
તંબુરના તારે,બધું જ કહેવું.
ઝરણાની ખળ -ખળ સાથે,
નિરંતર નીર થઈને વહેવું.
શબદ કાનમાંથી જતા રહે,
ઘટ ઘટ ના સાંઈને લહેવું .
જાતને ફોડે એ બંદો સાચો,
બંધ ડેલીએ શેં બેસી રહેવું ?
***
-'કાન્ત'
No comments:
Post a Comment