ગીત
એક સામટાં સજી ધજીને હોળીના રંગો આવ્યા,
શ્વેત ધવલ પાનેતરમાં મેં મોરલાં ચીતરાવ્યાં !
ઘરના ઉંબરિયે ઉભી
હું હોરી ગીતો ગાતી !
પવન અડે તો પણ હું,
છાનું -છાનું શરમાતી !
પિચકારીની છાયા સાથે સાજણજી ત્રોફાવ્યાં ,
શ્વેત ધવલ પાનેતરમાં મેં મોરલાં ચીતરાવ્યાં !
મારકણી આંખોમાં મારી,
ઊછળે તોફાની સાગર.
અમથી એમાં મારુ ડૂબકી,
અને થઈ જાઉં પાગલ !
ફાગણમાં કેસુડો મ્હોર્યો, વન-વગડા લહેરાયાં ,
શ્વેત ધવલ પાનેતરમાં મેં મોરલાં ચીતરાવ્યાં !
રોમેરોમ બન્યું અનુરાગી,
શરમ મને છોડીને ભાગી.
નખશિખ ભીંજાઈ ગઈ હું,
લાગણીઓ મારી જાગી !
હોળીના પ્રકાશમાં, આંગણિયે ઉજાશ વાવ્યાં
શ્વેત ધવલ પાનેતરમાં, મેં મોરલાં ચીતરાવ્યાં !
***
-'કાન્ત'

No comments:
Post a Comment