ગઝલ
અહીં કાગડા બધે કાળા છે,
હંસો એ કયાં રૂપાળા છે ?
દેખાય છે, તે અહીં છે નહીં,
કરવા શૂન્યના સરવાળા છે.
આંખો ; ધૂળધાણી થઈ ગઈ,
પ્રેમ નહીં,પણ ચેનચાળા છે.
ખૂબ અઘરું છે સ્વ ને મળવું,
ભીતરી દ્વારે દીધાં તાળા છે.
એકલા ચાલવું પડશે તને ,
રસ્તા બધા જ પગપાળા છે.
***
-'કાન્ત'
અહીં કાગડા બધે કાળા છે,
હંસો એ કયાં રૂપાળા છે ?
દેખાય છે, તે અહીં છે નહીં,
કરવા શૂન્યના સરવાળા છે.
આંખો ; ધૂળધાણી થઈ ગઈ,
પ્રેમ નહીં,પણ ચેનચાળા છે.
ખૂબ અઘરું છે સ્વ ને મળવું,
ભીતરી દ્વારે દીધાં તાળા છે.
એકલા ચાલવું પડશે તને ,
રસ્તા બધા જ પગપાળા છે.
***
-'કાન્ત'
No comments:
Post a Comment