ગઝલ
મેકરણનો સાદ છે જીનામ !
અલખનો નાદ છે જીનામ !
ભીતરે ભરી લે તું ફકીરી,
સાધુઓનો વાદ છે જીનામ !
કાળની કેડીએ કરી લે સંગ,
મૃત્યુથી બાદ છે જીનામ !
પ્રીતમ તારો પંથ પર ચાલે,
જોગીની યાદ છે જીનામ !
ઝણણણણ ઝાલરી વાગે,
ભક્તોની દાદ છે જીનામ !
રણની રેતી , ભીની થઈ ,
અશ્રુઓનો પાદ છે જીનામ !
કાળજે હવે થોડુંક લળજો,
રટણનો સ્વાદ છે જીનામ !
***
-'કાન્ત'
મેકરણનો સાદ છે જીનામ !
અલખનો નાદ છે જીનામ !
ભીતરે ભરી લે તું ફકીરી,
સાધુઓનો વાદ છે જીનામ !
કાળની કેડીએ કરી લે સંગ,
મૃત્યુથી બાદ છે જીનામ !
પ્રીતમ તારો પંથ પર ચાલે,
જોગીની યાદ છે જીનામ !
ઝણણણણ ઝાલરી વાગે,
ભક્તોની દાદ છે જીનામ !
રણની રેતી , ભીની થઈ ,
અશ્રુઓનો પાદ છે જીનામ !
કાળજે હવે થોડુંક લળજો,
રટણનો સ્વાદ છે જીનામ !
***
-'કાન્ત'
No comments:
Post a Comment