ગઝલ
આસપાસ આવી જાઓ ,તમે જરા,
શ્વાસમાં સમાઈ જાઓ, તમે જરા.
હું અચાનક ચાંદનીને નોતરું ને,
ચંદ્રમાં છુપાઈ જાઓ , તમે જરા.
દર્દ પડખું બદલે જયાં અચાનક,
સળવળીને દેખાઈ જાઓ તમે જરા.
કંકાવટીનું કંકુ ,ચળવળ કરે જરી,
ને સેંથામાં પૂરાઈ જાઓ તમે જરા.
કોણ અજવાશ થઈ પથરાશે હવે ?
સૂર્યકિરણે ફેલાઈ જાવ ,તમે જરા.
રંગનો મોસમ,ઊડે છે નવરંગ બની,
કસુંબી રંગમાં,રંગાઈ જાવ તમે જરા.
શરત લાગી છે મારી થપ્પા સાથે,
હવે ઝટપટ પકડાઈ જાવ તમે જરા.
***
-'કાન્ત'
આસપાસ આવી જાઓ ,તમે જરા,
શ્વાસમાં સમાઈ જાઓ, તમે જરા.
હું અચાનક ચાંદનીને નોતરું ને,
ચંદ્રમાં છુપાઈ જાઓ , તમે જરા.
દર્દ પડખું બદલે જયાં અચાનક,
સળવળીને દેખાઈ જાઓ તમે જરા.
કંકાવટીનું કંકુ ,ચળવળ કરે જરી,
ને સેંથામાં પૂરાઈ જાઓ તમે જરા.
કોણ અજવાશ થઈ પથરાશે હવે ?
સૂર્યકિરણે ફેલાઈ જાવ ,તમે જરા.
રંગનો મોસમ,ઊડે છે નવરંગ બની,
કસુંબી રંગમાં,રંગાઈ જાવ તમે જરા.
શરત લાગી છે મારી થપ્પા સાથે,
હવે ઝટપટ પકડાઈ જાવ તમે જરા.
***
-'કાન્ત'
No comments:
Post a Comment