તારકજી !
અમને હવે કોણ હસાવશે તારકજી ?
ટપુ સેનાને કોણ નચાવશે તારકજી ?
હાસ્ય વિવેચકો, નવરા થઈ ગયા,
ઊંધા ચશ્મા કોણ પહેરાવશે તારકજી ?
જેઠાલાલ , રંજનદેવીની છે પાછળ,
બન્નેની આંખો કોણ લડાવશે તારકજી ?
માસ્તરની વચલી છે ચિબાવલી,
ટપુડાને કોણ પરણાવશે તારકજી ?
ચંપકલાલ કાકા તો છે અળવીતરા,
'મ્હેતુસ' કોણ બોલાવશે તારકજી ?
પોપુ પોપટલાલ - રસિક સટોડિયો,
આ જોડીઓ કોણ બનાવશે તારકજી ?
પાંચ દાયકાની મારી વાચનયાત્રા,
સુવર્ણજ્યંતી કોણ મનાવશે તારકજી ?
***
-'કાન્ત'
અમને હવે કોણ હસાવશે તારકજી ?
ટપુ સેનાને કોણ નચાવશે તારકજી ?
હાસ્ય વિવેચકો, નવરા થઈ ગયા,
ઊંધા ચશ્મા કોણ પહેરાવશે તારકજી ?
જેઠાલાલ , રંજનદેવીની છે પાછળ,
બન્નેની આંખો કોણ લડાવશે તારકજી ?
માસ્તરની વચલી છે ચિબાવલી,
ટપુડાને કોણ પરણાવશે તારકજી ?
ચંપકલાલ કાકા તો છે અળવીતરા,
'મ્હેતુસ' કોણ બોલાવશે તારકજી ?
પોપુ પોપટલાલ - રસિક સટોડિયો,
આ જોડીઓ કોણ બનાવશે તારકજી ?
પાંચ દાયકાની મારી વાચનયાત્રા,
સુવર્ણજ્યંતી કોણ મનાવશે તારકજી ?
***
-'કાન્ત'
No comments:
Post a Comment