Thursday, 27 February 2020

માડુ 

ટકે  સેર  વિકજે હિત , રુલે તો   હી  માડુ ,
ઈમાન  પિંઢજો  જડેં  છડે  તો    હી માડુ.

ગડૉડ઼ા ને   ઘોડા, ઇનનું  ખાસા  લગેંતા,
ધુતારો  ભનીને  હિત , ફિરે તો  હી  માડુ.

કલધાર રુપીયેં  સેં ,નાતો આય  ઇનજો,
તડેં નીરવ- માલ્યા   ભને  તો  હી   માડુ.

કાકા   ને   મામા -સગપણ  ને   સાંતરા  ,
મિણી   મેઁ    વિછોડા    વિજેતો  હી માડુ.

સુરજ  ડિસે  ડુંગર  તેં  જડેં   હી  ઉલધો,
પતન  જી  ખડ  મેં  છણે  તો    હી માડુ.

માની  તેં  માની  રખી   ખેણી   જીવન,
પાસ્તા- મન્ચુરિયન  જિમે  તો હી માડુ ,

રબજો  પિંધલ -જોરાવર  ભને   ભલા,
ઢુક -ઢુક કરીને ,ધારુ  પિયે તો હી માંડુ.
                           ***
--કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'




Tuesday, 25 February 2020

बैठो  !

अपने   आप   से  नजरें  मिला  शकते  हो,  तो  बैठो  !
किसी  मासूम  को  गले  लगा  शकते  हो , तो  बैठो  !

आईना   हमेशा   सच   बोलता   है , तुम्हें    देखकर ,
परछांई    को    यकीन   दिला  शकते  हो,  तो  बैठो। 

सच  कभी  कड़वा  नहीं   होता,सच -सच   होता   है,
ज़मीर को  सच की राह पर चला शकते हो, तो बैठो। 

सौदामनी  चमकती    है, तब    बादल  गरजते    हैं ,
बरसती  बूंदो  में  गुल  खिला  शकते   हो,  तो  बैठो। 

इंसानियत  ही  पहचान  है -जान   है  इन्सान   की ,
अपने भीतर के  जानवर को डरा  शकते हो,तो बैठो। 

माना कि,  ये     रंजिशें  रात   भर   सोनें   नहीं देतीं,
सारे   गिले -शिकवे तुम  भुला  शकते  हो , तो  बैठो। 

फगुआ  बेसबरी  से  इंतझार  कर  रहा   है  तुम्हारा,
फ़ागुन  में  रंगों  की   होली  रचा  शकते हो,तो बैठो. 
                                   ***
-कृष्णकांत भाटिया 'कान्त '




Sunday, 23 February 2020

 ગઝલ   !

ગાલિયું  ગજેં  ત્યું  ગોઠ મેં ,માઠ  કર ,
પાગ  મથે  તેં  બધીને  તું,  ઠાઠ  કર.

ઘસ  ઘસાઈ  વ્યા ,પગવાટ જા  હિતે,
ઠાગા  ઠૈયા  છડે  ,સરખી   વાટ   કર.

ઉની  ડિઠોં  નેં  ક્યોં  હકલ   હુભ   સેં ,
ગોલપો  છડે , ને  કમ કીંક લાટ  કર.

ભણે  સે  તરે  નેં    બેં  કે  પણ   તારે,
કલમ  ને ખડિયે જા  વલા, પાઠ કર.

પાણી ભચાયું ,પાણી પાંકે ભચાઈંધો ,
નળ  જી   ચિકલી  વય તી ,ટાટ  કર.

છીપર  નીચેં   હથ  ન   અચે  ભલા. 
નીં ણાઈ  સેં  તોજે  હું  જી ઘાત  કર.

હુસરાઈ  નતો  હલે  હાણે  જગ  મેં ,
માલક કે આરાધ, પિંઢ કે મ્હાત કર.
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '






ગઝલ 

ઘાવ  ઊંડા  આપી  ગયું  એ  કોણ  છે ?
આમ  મોઢે  શ્રાપી  ગયું  એ   કોણ છે ?

માછલીની  આંખો  હવે  શેં   વીંધવી ?
તીર  મારું  કાપી  ગયું  એ    કોણ  છે ?

ભાર સઘળો  છે ડાઘુઓની  કાંધ પર,
તે  છતાં  યે   હાંફી ગયું  એ   કોણ છે ?

દ્રોણ  જેવા  દ્રોણ  પણ  ધ્રુજી  ઊઠયા, 
અંગુઠાને   વાઢી  ગયું   એ  કોણ  છે ?

આંસુઓ  ને  શાને  કહ્યું , ચાલો વહો,
ગાલ પર જે ,ચૂમી  ગયું  એ કોણ છે ?

ચાલવામાં  વીતી ગયું ,આ આયખું,
છાપ પગની  માપી ગયું એ કોણ છે ?

પ્રેમ મારો  બોલે  અને ,એ  સાંભળે,
'કાંત 'માં જે વ્યાપી ગયું એ કોણ છે ?
                        ***
- કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '




Wednesday, 19 February 2020

ગઝલ 

ઉડોં   તા    ઉડાજે  નતો ,
અખેં  નું    ડિસાજે  નતો.

જિરકલી   ભજેતી   જડેં,
ધિલ   સેં  જલાજે  નતો.

ભણેલા  ભુલેંતા  અખર ,
અસાંનું    વિસાજે  નતો.

ટિલેંતા મનભરે   પખી,
ઉગોંણે   વિનાજે  નતો.

ખલા ખેં  જુરેં પણ ખરા,
હું પદ કે   છડાજે  નતો.

ઢુક  પિએં , ગડોડ઼ે  ચડૅ ,
લગી લત, છુટાજે નતો.  

ધુકાઈ  નડે  તો  ભલા,
મિણીનું  ભજાજે  નતો.
             ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '





Tuesday, 18 February 2020

माइक  !

संसार  छोड़ना  सरल  है ,
माइक   छोड़ना  कठिन है। 
माइक पाठी  वक्ताओं  का 
बोलना भी  जटिल है। 
माइक  जैसी  कोई  मेनका  नहीं है,
वो किसीका  भी  तपोभंग  कर  शकती  है,
छाछ  में  पानी  डालकर  वो पूरी 
पतीली  भर  शकती  है। 
बिना  प्राण  के  शब्द  इनके,
और  ज्ञान  तो  इनका  ताताथैया 
शब्द  मेलका  कोई  जोड़  नहीं 
जहाँ -तहाँ  भटकें  ये भैया !
सीता जैसे  सहनशील  श्रोता  भी,
मन ही मन  चुलबुल  करें 
जल्दी इनसे पीछा  छुड़ाओ मेरी मैया !
भाईओ और बहनो  बस एक ही रटन  है 
इनको बिठाने का आपके पास कोई बटन है ?
                        ***
सुरेश दलाल की गुजराती  कविता का 
हिंदी में अनुवाद 
-कृष्णकांत भाटिया 'कान्त '




Friday, 14 February 2020

 મ  ડે  !

ડારો    મ   ડે ,   ડફારો    મ  ડે ,
કવિ   અઇંયાં    ,ટારો     મ   ડે.

રાંધ  રમધાશીં    લિકબુચાણી ,
તું    ભલે   તોજો    વારો  મ ડે. 

ઓરગોર  થઇ    વિનાં   તોતેં 
જપમાળા     જો , પારો  મ  ડે.

કુરાયણૂ   નિસીભ   મેઁ   આય,
ચંધર  ખપે,  તું   તારો   મ ડે.

અંધારો  પિંઢ઼પાર ચુટો  આય,
અખ  ખાઈ વિને,ઉજારો મ ડે .
                  ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'



પ્રેમ છે  !

પ્રકૃતિનો  પયગામ  પ્રેમ  છે  ભઈ  પ્રેમ  છે !
રાધાનો  ઘનશ્યામ ,પ્રેમ  છે  ભઈ  પ્રેમ  છે !

બાગમાં ,ભાગમાં ,સકળ સંસારના લાગમાં,
જશોદાનો  શ્યામ, પ્રેમ    છે   ભઈ  પ્રેમ  છે !

કસુંબલ    આંખડીનો   એ   છે   રૂડો  કસબ, 
દિલમાં  રહેલું  નામ, પ્રેમ  છે  ભઈ  પ્રેમ છે !

 ને    ટપાલી    આંખ    લૂંછતો   જો  નીકળે,
સનમે  મોકલેલો જામ પ્રેમ છે ભઈ પ્રેમ  છે !

રંગ  કેસૂડાના   ઘૂંટીને    ભીંજાવું   છે   હવે,
જય શ્રી કૃષ્ણ- સલામ પ્રેમ છે ભઈ  પ્રેમ છે !
                             ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

Thursday, 6 February 2020

 ગીત !

તારો  પગરવ  સંભળાય  છે  પ્હોરમાં ,
       વાસંતી  વાયરો  વાયે છે  જોરમાં !

આજ મારું  અંતર  પણ  જોરથી  ગાજે ,
        મળશે  કદાચ તું  વરણાગી સાંજે !
હું   તો     ભમતી   રહીશ મારા તોરમાં,
        વાસંતી  વાયરો  વાયેછે જોરમાં !

ધરતી   ને આભ -  ભીંસ   દઈ  દબાવે,
        તારી તે યાદ મને ,  ત્યારે  સતાવે.
શાન -ભાન  ભૂલાય પંખીઓના શોરમાં,
       વાસંતી  વાયરો  વાયે  છે જોરમાં !

સરવરની   પાળે ,  લહેરખી  હવા ની,
       માધવના પ્રેમમાં  મીરાં  દીવાની.
ટહુકા સમાયા  છે   કળાયેલ    મોરમાં,
        વાસંતી  વાયરો  વાયે છે જોરમાં !

ભમરોયે  ભાન  ભૂલી  ગુંજારવ કરતો,
        બાગમાં  ફૂલની ડાળેડાળ  ફરતો
બાગબાન  બોલે   છે   આજ    તોરમાં.
        વાસંતી  વાયરો વાયે  છે જોરમાં !

આવડા  હૈયાની  માંડી   છે  મેં   વાત,
        લાગણીઓ  થઈ આજે રળિયાત.
'કાન્ત ' નું ગીત દોડે કમખાની કોરમાં,
         વાસંતી વાયરો  વાયે છે જોરમાં !
                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



.