ગીત !
તારો પગરવ સંભળાય છે પ્હોરમાં ,
વાસંતી વાયરો વાયે છે જોરમાં !
આજ મારું અંતર પણ જોરથી ગાજે ,
મળશે કદાચ તું વરણાગી સાંજે !
હું તો ભમતી રહીશ મારા તોરમાં,
વાસંતી વાયરો વાયેછે જોરમાં !
ધરતી ને આભ - ભીંસ દઈ દબાવે,
તારી તે યાદ મને , ત્યારે સતાવે.
શાન -ભાન ભૂલાય પંખીઓના શોરમાં,
વાસંતી વાયરો વાયે છે જોરમાં !
સરવરની પાળે , લહેરખી હવા ની,
માધવના પ્રેમમાં મીરાં દીવાની.
ટહુકા સમાયા છે કળાયેલ મોરમાં,
વાસંતી વાયરો વાયે છે જોરમાં !
ભમરોયે ભાન ભૂલી ગુંજારવ કરતો,
બાગમાં ફૂલની ડાળેડાળ ફરતો
બાગબાન બોલે છે આજ તોરમાં.
વાસંતી વાયરો વાયે છે જોરમાં !
આવડા હૈયાની માંડી છે મેં વાત,
લાગણીઓ થઈ આજે રળિયાત.
'કાન્ત ' નું ગીત દોડે કમખાની કોરમાં,
વાસંતી વાયરો વાયે છે જોરમાં !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
.
તારો પગરવ સંભળાય છે પ્હોરમાં ,
વાસંતી વાયરો વાયે છે જોરમાં !
આજ મારું અંતર પણ જોરથી ગાજે ,
મળશે કદાચ તું વરણાગી સાંજે !
હું તો ભમતી રહીશ મારા તોરમાં,
વાસંતી વાયરો વાયેછે જોરમાં !
ધરતી ને આભ - ભીંસ દઈ દબાવે,
તારી તે યાદ મને , ત્યારે સતાવે.
શાન -ભાન ભૂલાય પંખીઓના શોરમાં,
વાસંતી વાયરો વાયે છે જોરમાં !
સરવરની પાળે , લહેરખી હવા ની,
માધવના પ્રેમમાં મીરાં દીવાની.
ટહુકા સમાયા છે કળાયેલ મોરમાં,
વાસંતી વાયરો વાયે છે જોરમાં !
ભમરોયે ભાન ભૂલી ગુંજારવ કરતો,
બાગમાં ફૂલની ડાળેડાળ ફરતો
બાગબાન બોલે છે આજ તોરમાં.
વાસંતી વાયરો વાયે છે જોરમાં !
આવડા હૈયાની માંડી છે મેં વાત,
લાગણીઓ થઈ આજે રળિયાત.
'કાન્ત ' નું ગીત દોડે કમખાની કોરમાં,
વાસંતી વાયરો વાયે છે જોરમાં !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
.
No comments:
Post a Comment