ગઝલ
ગાલગાગા ,ગાલગાગા,ગાલગા
તવ પરશથી ,મંદ તડકો થઇ ગયો,
આખરે એ , ખુદ ભડકો થઇ ગયો.
સાંભળી લે કાન ખોલીને હવે,
પ્રેમમાં તું સાવ કડકો થઇ ગયો.
જિંદગીભર રોકડાના મોહમાં,
ગણતરીનો તું જ મણકો થઇ ગયો.
મલકતો 'તો શબ્દ ગઝલના પ્રાસમાં,
નીકળ્યો મોઢે જ, છણકો થઇ ગયો.
ને સવારે ઝાલરી તો વાગતી,
ભીતરે પણ 'કાંત ' રણકો થઇ ગયો.
***
-'કાન્ત'
ગાલગાગા ,ગાલગાગા,ગાલગા
તવ પરશથી ,મંદ તડકો થઇ ગયો,
આખરે એ , ખુદ ભડકો થઇ ગયો.
સાંભળી લે કાન ખોલીને હવે,
પ્રેમમાં તું સાવ કડકો થઇ ગયો.
જિંદગીભર રોકડાના મોહમાં,
ગણતરીનો તું જ મણકો થઇ ગયો.
મલકતો 'તો શબ્દ ગઝલના પ્રાસમાં,
નીકળ્યો મોઢે જ, છણકો થઇ ગયો.
ને સવારે ઝાલરી તો વાગતી,
ભીતરે પણ 'કાંત ' રણકો થઇ ગયો.
***
-'કાન્ત'
No comments:
Post a Comment