ગઝલ
ગાલગાગા, ગાલગાગા, ગાલગા
ઊગતા સૂરજ વિષે તું વાત કર,
કોક તો ભીંજાય, એવી જાત કર.
બાહરે તો રોજ ખખડે બારણાં,
ભીતરે તું રંગ પૂરી , ભાત કર.
ગીત ગાઈ આ દિશાઓ, ઝૂમતી,
પામવાને ચાંદની , તું રાત કર.
તું સમંદરને કહી દે, એટલું,
ઊછળીને ખુદને તું મ્હાત કર.
આંખના ને હોઠના છે રૂસણાં ,
'કાંત 'એના ગરવ પર તું,ઘાત કર.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ગાલગાગા, ગાલગાગા, ગાલગા
ઊગતા સૂરજ વિષે તું વાત કર,
કોક તો ભીંજાય, એવી જાત કર.
બાહરે તો રોજ ખખડે બારણાં,
ભીતરે તું રંગ પૂરી , ભાત કર.
ગીત ગાઈ આ દિશાઓ, ઝૂમતી,
પામવાને ચાંદની , તું રાત કર.
તું સમંદરને કહી દે, એટલું,
ઊછળીને ખુદને તું મ્હાત કર.
આંખના ને હોઠના છે રૂસણાં ,
'કાંત 'એના ગરવ પર તું,ઘાત કર.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment