Monday, 21 January 2019

ગીત 

આ તો  પિયુ  મિલનનું  ગીત  છે  સખી ,
રુદિયામાં  મારા  પિયુજી  બિરાજે 
         ને  જનમોજનમની  પ્રીત છે સખી.

આંખે   નેજવા   કરી  જોયા  કરું  દૂરદૂર,
         કોણ   છે  પેલી  દોડતી   કેડી પર ?  
ઘૂંઘટની  ઓથે  રોજ  ઓરતાં  સંતાડવા ,
         મારા કુટુંબની  આ   રીત છે  સખી.

વાયરો  વાય  ને  મારો પાલવ લહેરાય ,
         ઊછળે    ભીતરે   શ્વાસનાં   મોજાં.
ડૂબું     જીવતરના    અથાગ   સાગરમાં ,
          તળિયે    મારા મનમીત છે સખી.

વગડામાં    ઓલી  વસંત  કરે   કૂદાકૂદ 
          કેસૂડો  ખીલ્યો  લાલ  પીળા રંગે.
મારી   આંખોમાં    રૂપ  એના  ભરી લઉં ,
          મોડે મોડે પણ મારી જીત છે સખી.
                            ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



    

No comments:

Post a Comment