Sunday, 17 May 2020

બેઠા  છીએ  !

અમે  તારી  યાદ   થઈને , બેઠા  છીએ,
શ્વાસમાંથી   બાદ  થઈને , બેઠા  છીએ.

પડઘા પડે  અહીં , રોજ તારા  નામના,
ઘૂઘવતો   સાદ   થઈને ,  બેઠા   છીએ.

રૂમઝૂમ  વાગે  , તારા  પગનાં  ઝાંઝર ,
થોભી  જા , નાદ  થઈને   બેઠા    છીએ.

શી  ઉતાવળ  છે તને, મને પામવાની,
આવીશું,  શ્રી  પાદ  થઈને  બેઠા છીએ.

મક્તાનો   શેર    થનગને    હોઠ   પર,
'કાન્ત'ની   દાદ   થઈને,   બેઠા છીએ.
                         ***
-કૃષ્ણકાંત ભાટિયા ''કાન્ત '

No comments:

Post a Comment