સવારમાં ....
સોનેરી શમણાં ઊગ્યા સવારમાં,
બધી ભ્રમણા , ભૂલ્યા સવારમાં.
નવી આશાઓ તો દોડતી આવી,
ઝાકળના ટીપાં ,ખીલ્યા સવારમાં.
આભ પણ ઊંચકાયું સોનેરી રંગે,
ભમરાના ગુંજન ગૂંજ્યા સવારમાં.
પ્રાર્થના-આઝાન પડઘાવા લાગી,
મંદિર -મસ્જિદ ,બોલ્યા સવારમાં.
ચેતનાના ચમકારે;દિશાઓ ડોલી,
કુદરતે દરવાજા ખોલ્યા સવારમાં.
સળવળાટ સૃષ્ટિનો ગમવા લાગ્યો,
ઓરતાં નવોઢાના;ડોલ્યા સવારમાં.
જીવવાની આશા બળવત્તર થઈ ,
'કાન્ત 'ના શબ્દો; ઝૂલ્યા સવારમાં.
***
-'કાન્ત '
સોનેરી શમણાં ઊગ્યા સવારમાં,
બધી ભ્રમણા , ભૂલ્યા સવારમાં.
નવી આશાઓ તો દોડતી આવી,
ઝાકળના ટીપાં ,ખીલ્યા સવારમાં.
આભ પણ ઊંચકાયું સોનેરી રંગે,
ભમરાના ગુંજન ગૂંજ્યા સવારમાં.
પ્રાર્થના-આઝાન પડઘાવા લાગી,
મંદિર -મસ્જિદ ,બોલ્યા સવારમાં.
ચેતનાના ચમકારે;દિશાઓ ડોલી,
કુદરતે દરવાજા ખોલ્યા સવારમાં.
સળવળાટ સૃષ્ટિનો ગમવા લાગ્યો,
ઓરતાં નવોઢાના;ડોલ્યા સવારમાં.
જીવવાની આશા બળવત્તર થઈ ,
'કાન્ત 'ના શબ્દો; ઝૂલ્યા સવારમાં.
***
-'કાન્ત '
No comments:
Post a Comment