Saturday, 31 December 2016

સાવધાન......!

આજે  1 લી  જાન્યુઆરી -2017...
એક  વધુ  નવા વરસનું  આગમન.
2016 નું  ગમન.
સમય  સાવધાન  કરે છે ,ધૂમધામ 
ભલે કરો...આજે  છે  એ પણ જવાનું છે.
અરે ! હમણાં તો  21મી  સદીની  શરૂઆત 
થઈ હતી.....અને આજે  16 વર્ષ  કાળની
ગર્તામાં સમાઈ ગયા....
કુદરત રોજ કોરો ચેક આપે  છે.....
આપણું આળસ  રકમ ઓછી લખાવે છે.
આ તે કેવી ઘડી ? ચરણો  થીજી જાય..
હૈયું કાઢે હડી !
કરવાનું  આપણે છે...લડવાનું  આપણે છે...
કોઈ  કૃષ્ણ  કે કોઈ  ગાંધી હવે આવવાના નથી.
'મસીહા આવશે નવો અવતાર લઈને ,
એ બહુ જુનો  દિલાસો છે.
આ અંગે કયાં કોઈએ  કર્યો  ખુલાસો છે.'
સાવધાન .....2017માં  જીવવા માટે 
થોડુંક  'Home Work.....'કરી લો.
વિચારો....
*સામાજિક  નિસ્બત  રાખશો ?
*લોકપ્રિયતાને  ચાખશો ?
*f.book પર કેટલા friend ?
*પડોશી સાથે કેવો trend ?
*વાણીમાં  પાણી લાવશો ?
*નવા વિચારો ચાવશો ?
*માથું મૂકી રડી શકો એવો ખભો મળશે ?
*જો  જવાબ  yes હોય  તો  નવું  વર્ષ 
તમને જરૂર ફળશે !
                          ***
-'કાન્ત '

No comments:

Post a Comment