Thursday, 8 December 2016

સવાર 

ઝૂમતી,ગાતી, નાચતી   આ  સવાર,
નવી  આશાઓ,  લાવતી આ સવાર.

પક્ષીઓનું   કુંજન , ભમરાનું  ગુંજન,
રવિની  સંગાથે  આવતી  આ સવાર.

સોનેરી  શમણાંઓને  સાર્થક  કરવા,
કદમથી કદમ મિલાવતી આ સવાર.

હૃદયકુંજ   માંહે , મોસમને   ભરી  દે, 
આંખોમાં રૂપ , સજાવતી આ સવાર.

વાયરાને વહેતો કરી દે ઘર આંગણે,
'કાન્ત'ની કવિતાને,ગાતી આ સવાર.
                      ***
-'કાન્ત'


No comments:

Post a Comment