ગીત !
આ તો સપનું તૂ ટયાનું ગીત છે સખી !
તારે મારે જનમોજનમની પ્રીત છે સખી !
હળવે રે હળવે હલેસાં મારે છે સાજન,
પાર ઉતરવાની આ નવી રીત છે સખી !
દરિયો ઊછળે છે , કેદૂણો આકુળ વ્યાકુળ,
એની સામે મારી અણધારી જીત છે સખી !
0આ તો..
તુલસીના કયારે કર્યા શ્રદ્ધાના દીવડા,
ઓરતાં પૂરાં કરે, મારા મનમીત છે સખી !
હોઠે છે નામ એમનું ને આંખોમાં છે ઘેન.
વૈશાખી બપોર પણ આજે શીત છે સખી !
0 આ તો
ઊતર્યાં છે અજવાળાં , આતમના દેશમાં,
અંધકાર આજે ચારે ખાને ચીત છે સખી !
ખંખેરી નાખ તું હવે , જીવતરના ભારને,
નિરાશાઓ બધી આજે ભયભીત છે સખી !
0આ તો
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
આ તો સપનું તૂ ટયાનું ગીત છે સખી !
તારે મારે જનમોજનમની પ્રીત છે સખી !
હળવે રે હળવે હલેસાં મારે છે સાજન,
પાર ઉતરવાની આ નવી રીત છે સખી !
દરિયો ઊછળે છે , કેદૂણો આકુળ વ્યાકુળ,
એની સામે મારી અણધારી જીત છે સખી !
0આ તો..
તુલસીના કયારે કર્યા શ્રદ્ધાના દીવડા,
ઓરતાં પૂરાં કરે, મારા મનમીત છે સખી !
હોઠે છે નામ એમનું ને આંખોમાં છે ઘેન.
વૈશાખી બપોર પણ આજે શીત છે સખી !
0 આ તો
ઊતર્યાં છે અજવાળાં , આતમના દેશમાં,
અંધકાર આજે ચારે ખાને ચીત છે સખી !
ખંખેરી નાખ તું હવે , જીવતરના ભારને,
નિરાશાઓ બધી આજે ભયભીત છે સખી !
0આ તો
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment