ગરમાળો !
ધોમધખતા તાપમાં ઊભો ,હું છું ભઈ ગરમાળો,
તમે કદીયે મને આકુળ-વ્યાકુળ નહીં ભાળો !
સોનાવરણી સીમ બની છે, કેસૂડો એ ખીલ્યો ,
વાસંતીનો અક્કેક બોલ,તરુવરોએ પણ ઝીલ્યો !
અંતરના ભીડેલાં દ્વારોનો ,ખુલી જશે ભઈ તાળો !
0હું છું
મોસમ છે આ રંગવાની ખૂબ કરો તમે મસ્તી,
ભૂલી જાઓ સુધબુધ ,ભૂલી જાઓ તમે હસ્તી !
તવ સંગે નાચશે ગાશે ,ઝૂમી ઊઠશે આ ડાળો !
0હું છું
ઊતર્યાં છે આ ધરતી ઉપર ,રંગો મેઘ ધનુષના ,
પિચકારી ભરવી છે એને, ખેલ જોવા મનુષ્યના !
લાલચટકનો છું હું પ્યાસી,રંગ જોઈએ નહીં કાળો !
0હું છું
દન આખો કલબલ કલબલ ,સૌ કોઈ છે ઘાયલ,
ક્યાંક વાગતી ફાગણિયાની, રૂમઝૂમ પાયલ !
ટમકે આકાશે તારલિયાં , નથી ચંદ્રને વાળો !
0હું છું
ફાગ ગવાય હોળીના ,ફળિયે છે ધીંગામસ્તી,
વરણાગી લાગે છે આજે ચારે બાજુ વસતિ !
ભાગી જાય દોટ મૂકીને મનનો બધો કંટાળો !
0હું છું
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ધોમધખતા તાપમાં ઊભો ,હું છું ભઈ ગરમાળો,
તમે કદીયે મને આકુળ-વ્યાકુળ નહીં ભાળો !
સોનાવરણી સીમ બની છે, કેસૂડો એ ખીલ્યો ,
વાસંતીનો અક્કેક બોલ,તરુવરોએ પણ ઝીલ્યો !
અંતરના ભીડેલાં દ્વારોનો ,ખુલી જશે ભઈ તાળો !
0હું છું
મોસમ છે આ રંગવાની ખૂબ કરો તમે મસ્તી,
ભૂલી જાઓ સુધબુધ ,ભૂલી જાઓ તમે હસ્તી !
તવ સંગે નાચશે ગાશે ,ઝૂમી ઊઠશે આ ડાળો !
0હું છું
ઊતર્યાં છે આ ધરતી ઉપર ,રંગો મેઘ ધનુષના ,
પિચકારી ભરવી છે એને, ખેલ જોવા મનુષ્યના !
લાલચટકનો છું હું પ્યાસી,રંગ જોઈએ નહીં કાળો !
0હું છું
દન આખો કલબલ કલબલ ,સૌ કોઈ છે ઘાયલ,
ક્યાંક વાગતી ફાગણિયાની, રૂમઝૂમ પાયલ !
ટમકે આકાશે તારલિયાં , નથી ચંદ્રને વાળો !
0હું છું
ફાગ ગવાય હોળીના ,ફળિયે છે ધીંગામસ્તી,
વરણાગી લાગે છે આજે ચારે બાજુ વસતિ !
ભાગી જાય દોટ મૂકીને મનનો બધો કંટાળો !
0હું છું
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment